Get The App

પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા મુન્દ્રાના યુવકને છ વર્ષની સજા, આતંકવાદી હુમલાનું ઘડ્યું હતું કાવતરું

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા મુન્દ્રાના યુવકને છ વર્ષની સજા, આતંકવાદી હુમલાનું ઘડ્યું હતું કાવતરું 1 - image


Spy For Pakistan: કચ્છના મુન્દ્રામાં રહેતા અને ડોક યાર્ડમાં કામ કરતાં કરતાં આઈ.એસ.આઈ. એજન્ટ તરીકે સક્રિય રઝાક કુંભારને જાસૂસી કેસમાં લખનઉની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ વારાણસીમાંથી મોહમ્મદ રશીદને પકડ્યો હતો.

આઈ.એસ.આઈ. એજન્ટ તરીકે કાર્યરત રશીદની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, તે ભારતીય દળોની હિલચાલના ફોટોગ્રાફ્સ સહિતની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. રશીદની પૂછપરછ બાદ કચ્છમાં એઆઈએસઆઈના એજન્ટ તરીકે મુન્દ્રા ડોક્યાર્ડમાં કામ કરતાં મુન્દ્રાના રહીશ રઝાક કુંભારની ધરપકડ કરાઈ હતી. રઝાકે શંકાસ્પદ સાહિત્ય રશીદને આપ્યું હતું તે કેસમાં દોષિત સાબિત થતાં તેને છ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો: સ્કૂલ પ્રવાસની નવી ગાઇડલાઇનમાં બુદ્ધિનું પ્રદર્શન, ભૂકંપની આગાહી જોઈને કાર્યક્રમ નક્કી કરવાની શરત

કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું કે, તેમણે 2020માં લખનઉમાં કેસ નોંધ્યો હતો. આ કેસમાં દોષિત સાબિત થનાર રઝાકભાઈ કુંભાર બીજો આરોપી છે. એનઆઇએની સ્પેશિયલ કોર્ટે તેને અલગ કલમો હેઠળ દોષિત જાહેર કર્યો હતો. તેમાં તેને છ વર્ષની સજા થઈ હતી. આ પહેલા એનઆઈએની વિશેષ કોર્ટે ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના આરોપી મોહમ્મદ રશીદને આ કેસમાં હતી. આ કેસ ગોમતી નગર એટીએસ દ્વારા નોંધવામાં આવ્યો હતો. આરોપ હતો કે, તે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇના સતત સંપર્કમાં હતો. 

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે રશીક પર પાકિસ્તાની એજન્ટોને ભારતીય આર્મીની હિલચાલના સંવેદનશીલ ફોટોગ્રાફ્સ આપવાનો આરોપ લગાવ્યો હતો. એનઆઇએએ જણાવ્યું હતું કે અનેક ફોટોગ્રાફ્સ તેના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ક્લિક કરવામાં આવ્યા હતા. રઝાક કુંભાર, રશીદ અને આઈએસઆઈ એજન્ટો સાથે મળીને આતંકવાદી હુમલા કરવા માટે કાવતરું ઘડ્યું હતું. આ બંનેને પાકિસ્તાન સ્થિત હેડલર્સ દ્વારા મોટી રકમ આપવામાં આવી હતી. 

આ પણ વાંચો: કોંગ્રેસ વાવ બેઠક પર છેલ્લા દિવસે ઉમેદવારના નામની ઘોષણા કરશે, પહેલે આપ,પહેલે આપ જેવી સ્થિતિ

ઓગસ્ટ 2020માં એનઆઇએએ મુન્દ્રા પાસે કુંભારવાસમાંથી રઝાક સુમારભાઈ કુંભારની ધરપકડ કરી હતી. મુન્દ્રા ડોકયાર્ડમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા રઝાકે સંવેદનશીલ વિસ્તારોના ફોટોગ્રાફ્સ મુળ લખનૌના રશીદ ઈદરીશભાઈ ચુરહાટને મોકલ્યા હતા.

પાકિસ્તાનની મુલાકાત લઇ આવેલા રશીદે કચ્છથી રઝાકે મોકલેલા ફોટોગ્રાફ પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇ.એસ.આઇ. ને મોકલ્યા હતા. પાકિસ્તાની સંસ્થા આઇ.એસ.આઇ. ના સંપર્કમાં રહી તેમના ઈશારે કામ કરી કચ્છમાં જાસુસીના આરોપસર રઝાક કુંભારને દોષિત ઠેરવી છ વર્ષની સજા ફટકારવામાં આવી છે.


Google NewsGoogle News