Get The App

વડોદરાના ઇન્વેસ્ટરને ફોરેક્સ ટ્રેડિંગના નામે ફસાવી 15 લાખ પડાવનાર મુંબઈની ગેંગ પકડાઈ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
વડોદરાના ઇન્વેસ્ટરને ફોરેક્સ ટ્રેડિંગના નામે ફસાવી 15 લાખ પડાવનાર મુંબઈની ગેંગ પકડાઈ 1 - image


Vadodara Fraud Case : વડોદરાના ઇન્વેસ્ટરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચું વળતર અપાવવાની લાલચમાં ફસાવી રૂ.15 લાખ પડાવી લેનાર ગેંગના મુંબઈના ચાર સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. 

વડોદરાના ઇન્વેસ્ટરે સોશિયલ મીડિયા ઉપર ફોરેસ્ટ ટ્રેડિંગની એડવર્ટાઇઝ પર ક્લિક કરતા તેમને એક ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવી 20 ટકા પ્રોફિટ અમને આપવો પડશે તેમ કહી 15.07 લાખ ઇન્વેસ્ટ કરાવ્યા હતા. ઇન્વેસ્ટરને વિશ્વાસમાં લેવા માટે રૂ.43,000 પરત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુને વધુ રકમની માંગણી કરતા ઇન્વેસ્ટરને શંકા ગઈ હતી અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે વડોદરા સાયબર સેલની ટીમે ટેકનિકલ સોર્સ મારફતે તપાસ કરી જુદા-જુદા લોકોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી રકમ ટ્રાન્સફર કરી લેતા તેમજ અન્ય સાગરિતોને રકમ ટ્રાન્સફર કરી આપતા મુંબઈના ચાર જણાને ઝડપી પાડ્યા છે.

પોલીસે પકડેલા ઠગોમાં (1) રોહન અશોક સિંગ (2) નિખિલ કાંતિલાલ કાપડિયા (3) અજય ગીરી મુકેશગીરી ગોસ્વામી (ત્રણેય રહેવાસી,બોરીવલી મુંબઈ) અને (4) બ્રિજેશ રામજી શર્મા (મલાડ વેસ્ટ, મુંબઈ) નો સમાવેશ થાય છે. 

પોલીસે ટોળકી પાસેથી લેપટોપ, સીપીયુ,પાસબુક ,ચેકબુક, એટીએમ કાર્ડ ઉપરાંત રોકડા રૂ.6.96લાખ કબજે કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


Google NewsGoogle News