વેપારી પાસેથી દાગીના ખરીદી મુંબઇના વેપારી દ્વારા ૧૩ લાખની ઠગાઇ
રાજકોટની સોની બજારમાં પેઢી ધરાવતા
નિયમિત દાગીના ખરીદી તેનું પેમેન્ટ કરી વિશ્વાસ કેળવી લીધા બાદ વિશ્વાસઘાત કર્યો
જેમાં રમેશભાઈએ જણાવ્યું છે કે ૨૦૨૩માં આરોપીએ તેને કોલ કરી
કહ્યું કે તમે વોટ્સએપ ગુ્રપમાં જે સોનાની ડિઝાઈન રાખી છે તેનો ભાવ શું છે. જેથી
તેનો ભાવ કહ્યો હતો. ત્યાર પછી આરોપી અવારનવાર તેની પાસેથી સોનાના દાગીના મંગાવી
પેમેન્ટ કરી આપતા હતા. જેને કારણે આરોપી ઉપર વિશ્વાસ બેસી ગયો હતો.
છેલ્લે આરોપીને કટકે-કટકે મોકલેલા રૃા. ૧૩.૦૯ લાખના
દાગીનાનું બીલ બાકી હતું. જેની અવારનવાર ઉઘરાણી કરતાં આરોપીએ ગલ્લાતલ્લા શરૃ કર્યા
હતાં. એટલું જ નહીં પોતાનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. જેને કારણે શંકા
જતાં મુંબઇ જઇ તપાસ કરી હતી. પરંતુ આરોપી તેના સરનામે નહીં રહેતા હોવાની માહિતી
મળી હતી.
આજ સુધી આરોપીની તપાસ કરી હતી પરંતુ તેનો કોઇ પત્તો નહીં
મળતાં આખરે એ ડીવીઝન પોલીસ મથકમાં તેના વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો
દાખલ કરી તપાસ હાથ ધરી છે.