આતુરતાનો અંત...: અમદાવાદથી મુંબઈ ટ્રેનથી જવામાં અડધો કલાકનો સમય બચશે, જાણો ટાઈમિંગ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
Ahmedabad-Mumbai Route Vande Bharat Express


Ahmedabad-Mumbai Route Vande Bharat Express: દેશની સૌથી લોકપ્રિય ટ્રેન વંદે ભારતના ચાહકો માટે સારા સમાચાર છે. વંદે ભારત ટ્રેનના લોન્ચિંગ દરમિયાન રેલવે દ્વારા કહેવામાં આવ્યું હતું કે સેમી-હાઈ સ્પીડ ટ્રેનની ટોપ સ્પીડ 160 કિ.મી. પ્રતિ કલાક હશે. રેલવેના હાલના ટ્રેક પર વંદે ભારતની સ્પીડ માત્ર 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, પરંતુ હવે અમદાવાદ અને મુંબઈ વચ્ચેના ટ્રેક પર આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડશે.

અમદાવાદ-મુંબઈ ટ્રેનથી જવામાં અડધો કલાકનો સમય બચશે

અહેવાલો અનુસાર, અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન 15મી ઓગસ્ટથી 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે. રેલવે બોર્ડે મુંબઈ અને વડોદરા ડિવિઝનને 30મી જૂન સુધીમાં મોટાભાગનું કામ પૂર્ણ કરવા અને કન્ફર્મેટરી ઓસિલોગ્રાફ કાર ચલાવવાનો નિર્દેશ આપ્યા છે. રેલવેના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વ્યસ્ત રૂટ પર ટ્રેનોની સ્પીડ વધારવાનો છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું ટ્રેન દ્વારા અંતર 491 કિ.મી. છે અને હાલમાં વંદે ભારત એક્સપ્રેસમાં 5 કલાક 15 મિનિટ જેટલો સમય લાગે છે. જોકે, ટ્રેનની સ્પીડમાં વધારો થવાથી મુસાફરીના સમયમાં 30 મિનિટ સુધીનો સમય બચત.

અમદાવાદ-મુંબઈ રૂટ પર વંદે ભારતનો સમય

અમદાવાદ- મુંબઈ  રૂટ પર બે વંદે ભારત ટ્રેન દોડે છે. એક ટ્રેન રવિવારે ચાલે છે અને બીજી બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલે છે. ટ્રેન નંબર 22962 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ-અમદાવાદ રૂટ પર અમદાવાદથી 06:10 કલાકે ઉપડે છે અને 11:35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. આ જ ટ્રેન સવારે 11.35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચતા પહેલા વડોદરા, સુરત, વાપી અને બોરીવલી જેવા કેટલાક સ્ટેશનો પર ઊભી રહે છે. ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 15:55 કલાકે ઉપડે છે અને 21:25 કલાકે અમદાવાદ પહોંચે છે. પરત ફરતી વખતે ટ્રેન વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઊભી રહે છે.

વંદે ભારત ટ્રેનની સુવિધાઓ 

વંદે ભારત ટ્રેનમાં કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત ચાર પ્લેટફોર્મ-સાઇડ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. સારી વેન્ટિલેશન, એર કન્ડીશનીંગ મેનેજમેન્ટ અને ટ્રેનને યુવી લાઇટ અને ઉચ્ચ કાર્યક્ષમતા કોમ્પ્રેસરથી સજ્જ કરવામાં આવી છે. અદ્યતન કોચ કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ કંટ્રોલ રૂમ પણ છે.


Google NewsGoogle News