અકોટા બ્રિજ ચાર રસ્તાથી મુજમહુડાના રોડ વાહન વ્યવહાર માટે બંધ
વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગે જવા માટે જણાવાયું
વડોદરા,કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી શરૃ કરવામાં આવનાર હોઇ અકોટા બ્રિજ ચાર રસ્તાથી મુજમહુડાનો રોડ વાહનોની અવર - જવર માટે બંધ કરવામાં આવ્યો છે.
અકોટા બ્રિજ ચાર રસ્તાથી આર.સી.પટેલ એસ્ટેટ ત્રણ રસ્તા તરફના જંક્શન સુધીના રોડ પર ડ્રેનેજ લાઇનમાં વારંવાર ભંગાણ થવાના કારણે ભુવા પડતા હોય છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા આગામી છ મહિના દરમિયાન કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરીના પગલે આ રોડ પર અવર - જવર કરતા વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ, અકોટા બ્રિજ ચાર રસ્તાથી હોટલ વિવાન્ટા, આર.સી. પટેલ ચાર રસ્તા થઇ, મુજમહુડા સર્કલ તરફ જઇ શકાશે નહીં. વાહન ચાલકોએ અકોટા બ્રિજ ચાર રસ્તાથી ગાય સર્કલથી ડાબી બાજુ વળી અકોટા સ્ટેડિયમ રોડ, અકોટા ગાર્ડન ચાર રસ્તાથી ડાબી બાજુ વળી મુજમહુડા સર્કલ જઇ શકાશે.
અકાટો ગાર્ડન ચાર રસ્તાથી ડોડસલ બસ સ્ટેન્ડ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી મુજમહુડા સર્કલ જઇ શકાશે.
મુજમહુડા સર્કલથી ડોડસલ બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા થઇ આર.સી.પટેલ એસ્ટેટ ત્રણ રસ્તા થઇ અકોટા બ્રિજ ચાર રસ્તા તરફ જઇ શકાશે.