Get The App

MSU નું કોન્વોકેશન 29મી ડિસેમ્બરે, ઉપરાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે, વીસીની જગ્યાએ સાંસદે જાણકારી આપી

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
MSU નું કોન્વોકેશન 29મી ડિસેમ્બરે, ઉપરાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે, વીસીની જગ્યાએ સાંસદે જાણકારી આપી 1 - image


M S University Vadodara  : એમ.એસ યુનિવર્સિટીના 73માં પદવીદાન સમારોહની તારીખનું સસ્પેન્સ દૂર થયું છે. 

વડોદરાના સાંસદે તારીખ 29 મી ડિસેમ્બરે એમ.એસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે ઉપસ્થિત રહેવાની સંમતિ આપી છે તેવી જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ જાહેરાતના પગલે હવે તારીખ 29 ડિસેમ્બરે પદવી દાન સમારોહ યોજાશે તે નિશ્ચિત થઈ ગયું છે. 

જોકે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે હજી સુધી સમારોહની તારીખ કે તેમાં હાજર રહેનારા મુખ્ય અતિથિના નામની જાહેરાત કરી નથી. આમ યુનિવર્સિટી દ્વારા જે બાબતને અત્યાર સુધી જાહેર નથી કરાઈ તેનું પેપર સાંસદે ફોડી નાખ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે. 

ઉલ્લેખનીય છે કે પદવીદાન સમારોહના આયોજનમાં થઈ રહેલા વિલંબના કારણે ડિગ્રી નહીં મળવાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ મુદ્દે વિદ્યાર્થી સંગઠનો રજૂઆત પણ કરી ચૂક્યા છે. બે દિવસ પહેલા રજીસ્ટ્રારે પદવીદાન સમારોહ 31મી ડિસેમ્બરે યોજાશે તેમ કહ્યું હતું. હવે આ સમારોહ તારીખ 29મી ડિસેમ્બરે યોજાશે અને તેમાં 11000 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે તે સ્પષ્ટ થયું છે.


Google NewsGoogle News