એનર્જી ક્ષેત્રમાં આઈઆઈટી મુંબઈ અને એમ.એસ. યુનિ.ની ટીમો સંયુક્ત રીતે સંશોધન કરશે
વડોદરાઃ દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉદ્યોગલક્ષી રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કેન્દ્ર સરકારે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.
આ ફાઉન્ડેશના ઉપક્રમે દેશની શૈક્ષણિક સંસ્થાઓના કુલ ૩૦ હબ બનાવાયા હતા.દરેક હબમાં એક સંસ્થા કેન્દ્ર સ્થાને હતી અને તેની સાથે બીજી ૬ થી સાત સંસ્થાઓને જોડવામાં આવી હતી.૩૦ હબ પૈકી અત્યારે ૭ હબને ૧૦૦-૧૦૦ કરોડની ગ્રાંટ આપવાનો નિર્ણય લેવાયો છે.જેમાં મુંબઈ આઈઆઈટી હબનો પણ સમાવેશ થયો છે.ં એમ.એસ.યુનિવર્સિટી વતી આ પ્રોજેકટ માટે તાજેતરમાં ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલ અને સાયન્સ ફેકલ્ટીના ફિઝિક્સ વિભાગના હેડ પ્રો. પી કે ઝાએ મુંબઈ આઈઆઈટીમાં પ્રેઝન્ટેશન કર્યું હતુ ં.
પ્રોફેસર ઝાનું કહેવું છે કે, મુંબઈ આઈઆઈટીની હબમાં ં એમ.એસ.યુનિવર્સિટી સાથે મુંબઈ યુનિવર્સિટી, ગોવા એનઆઈટી અને નાગપુર એનઆઈટી(નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી) નાગપુર આઈઆઈઆઈટી( ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી)અને જમ્મુ કાશ્મીર એગ્રિકલ્ચર યુનિવર્સિટીનો પણ સમાવેશ થયેલો છે. એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ગ્રીન હાઈડ્રોજન સ્ટોરેજ, એનર્જી મટિરિયલ્સ, સસ્ટેનેબલ બિલ્ડિંગ્સ, એનર્જી એન્ડ એનવાર્યમેન્ટ એમ ચાર ક્ષેત્રમાં મુંબઈ, આઈઆઈટી સાથે સંયુક્ત સંશોધનની જવાબદારી મળી છે.ઉપરાંત ૧૦૦ કરોડની ગ્રાંટમાંથી એમ.એસ.યુનિવર્સિટીએ રિસર્ચની સુવિધા ઉભી કરવા માટે ૧૧ કરોડ રુપિયાની ગ્રાંટની માગણી કરી છે.