ઉદ્યોગ-ધંધાના વિકાસ બાદ MSMEમાં રજીસ્ટર્ડ ઉદ્યોગકારો રીયલ ટાઇમ ડેટા રીમુવના વિલંબથી ત્રસ્ત

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
ઉદ્યોગ-ધંધાના વિકાસ બાદ MSMEમાં રજીસ્ટર્ડ ઉદ્યોગકારો રીયલ ટાઇમ ડેટા રીમુવના વિલંબથી ત્રસ્ત 1 - image




- ધંધાના વિકાસની સાથે રોકાણ અને ટર્ન ઓવરનો આંક વધી જવા છતા પોર્ટલમાં રજીસ્ટર્ડ હોવાથી મોટા ઉદ્યોગકારો સાથે ધંધો નહીં કરી શકતા નુકશાન
- કાયદા મુજબ 10 કરોડથી ઓછુ રોકાણ અને 50 કરોડથી ઓછું ટર્ન ઓવર હોવું જરૂરી


સુરત

એમએસએમઇ હેઠળ નોંધાયેલા ઉદ્યોગકારો દ્વારા ઉદ્યોગ-ધંધાના વિકાસની સાથે 10 કરોડથી વધુનું રોકાણ અને 50 કરોડથી વધુના ટર્ન ઓવર બાદ પણ સરકાર દ્વારા પોર્ટલમાં રીયલ ટાઇમ ડેટા રિમુવ કરવામાં નહીં આવતા મોટા ઉદ્યોગકારો સાથે વેપાર નહીં કરી શકતા નુકશાન થઇ રહ્યું હોવાનો ગણગણાટ શહેરના ઉદ્યોગકારોમાં થઇ રહ્યો છે.

ઉદ્યોગ-ધંધાના વિકાસ બાદ MSMEમાં રજીસ્ટર્ડ ઉદ્યોગકારો રીયલ ટાઇમ ડેટા રીમુવના વિલંબથી ત્રસ્ત 2 - image
ઉદ્યોગ-ધંધાથી ધમધમતા સુરતમાં મોટી સંખ્યામાં એમએસએમઇ હેઠળ નોંધાયેલા ઉદ્યોગો છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એમએસએમઇ હેઠળ નોંધાયેલા ઉદ્યોગકારો માટે 45 દિવસમાં પેમેન્ટનો કાયદો લાગુ કર્યો છે. ઉદ્યોગકાર 45 દિવસની સમય મર્યાદામાં પેમેન્ટ નહીં ચુકવે તો બાકી ચૂકવણીને આવક તરીકે ગણતરી કરી તે મુજબ ટેક્સ ભરવાનો રહેશે. આ નવા નિયમના અમલીકરણ મુદ્દે સુરત સહિત દેશભરના એમએસએમઇ હેઠળ નોઁધાયેલા ઉદ્યોગકારોએ અનેક વખત નાંણા મંત્રાલયને રજૂઆત કરી છે પરંતુ સરકારે હજી કોઇ નિર્ણય લીધો નથી અને તેનું અમલીકરણ શરૂ થઇ ગયું છે. તેવા સંજોગોમાં હાલ ઉદ્યોગકારોમાં એક કચવાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એમએસએમઇના ધારાધોરણ મુજબ 10 કરોડથી ઓછું રોકાણ અને 50 કરોડથી ઓછું ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણરૂપે વર્ષ 2019 માં ધારાધોરણને અનુરૂપ ઉદ્યોગકાર ધંધાની શરૂઆત કરે છે અને દિનપ્રતિદિન ધંધાનો વિકાસ કરે છે. ધંધાના વિકાસની સાથે રોકાણનો આંક 10 કરોડથી વધુ અને ટર્ન ઓવર પણ 50 કરોડના આંકને પાર કરે છે. પરંતુ સરકાર દ્વારા એમએસએમઇ પોર્ટલમાં રજીસ્ટર્ડ ઉદ્યોગકારોનો રીયલ ટાઇમ ડેટા રિમુવ કરવામાં આવતો ન હોવાથી ઉદ્યોગ-ધંધાના વિકાસના ત્રણ-ચાર વર્ષે પણ એમએસએમઇ હેઠળ જ ગણતરી કરવામાં આવે છે. પરિણામે 10 કરોડથી વધુના રોકાણ અને 50 કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવનાર ઉદ્યોગકારને નવા નિયમ મુજબ 45 દિવસના પેમેન્ટનો કાયદો લાગુ પડી રહ્યો હોવાથી તેઓ મોટા ઉદ્યોગકારો સાથે ધંધો કરી શકતા નથી. જેને પગલે ઉદ્યોગકારોને નુકશાન થઇ રહ્યું હોવાથી 45 દિવસમાં પેમેન્ટના કાયદાને ભલે લાગુ કરવામાં આવે પરંતુ એમએસએમઇ પોર્ટલમાં રજીસ્ટર્ડ ઉદ્યોગકારો કે જેમણે વિકાસ કર્યો છે તેઓની રીયલ ટાઇમ ડેટા રીમુવની પ્રક્રિયા થવી જોઇએ.


હાલમાં વર્ષ 2021-22 ના ડેટા રિમુવની પ્રક્રિયા ચાલી રહી છે


શહેરના ઉદ્યોગકારો અને ચાર્ટડ એકાઉન્ટન્ટના જણાવ્યા મુજબ ઉદ્યોગકારે વર્ષ 2019 માં એમએસએમઇમાં રજીસ્ટ્રેશન કરાવી ધંધાની શરૂઆત કરી હોય છે. પરંતુ સમય જતા ધંધાનો વિકાસ થવાની સાથે રોકાણનો આંક 10 કરોડ અને ટર્ન ઓવર 50 કરોડને પાર કરે છે પરંતુ આવા ઉદ્યોગકારો પણ હજી પોર્ટલમાં રજીસ્ટર્ડ છે. જો સરકાર પોર્ટલ ઉપર રીયલ ટાઇમ ડેટા રિમુવની પ્રક્રિયા કરે તો તેઓ મોટા ઉદ્યોગકારો સાથે વેપાર કરી શકે છે. પરંતુ હાલમાં વર્ષ 2021-22 ના ટેડા રિમુની પ્રક્રિયા ચાલી રહી છે તેને ઝડપી બનાવવી જરૂરી છે.


Google NewsGoogle News