Get The App

એમ.એસ.યુનિ.માં એડમિશન પ્રક્રિયા પૂર્ણ થવાના આરે: બેઠકો અંગે હજી જાહેર નહીં થયાના આક્ષેપ: NSUI ની આંદોલનની ચીમકી

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
એમ.એસ.યુનિ.માં એડમિશન પ્રક્રિયા પૂર્ણ થવાના આરે: બેઠકો અંગે હજી જાહેર નહીં થયાના આક્ષેપ: NSUI ની આંદોલનની ચીમકી 1 - image


M S University Vadodara : ધો. 12 પાસ વડોદરાનાં વિદ્યાર્થીઓને પ્રવેશ બાબતે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પ્રવેશ આપવા બાબતે એનએસયુઆઈ દ્વારા વાઇસ ચાન્સેલર કચેરીએ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે મહારાજા સયાજીરાવે શહેરના કોઈ વિદ્યાર્થીને બહારની અન્ય કોલેજમાં ભણવા જવું ન પડે એવા હેતુથી વડોદરાના વિદ્યાર્થીઓ માટે કોલેજમાં 70 ટકા બેઠકો અનામત રાખવાની સગવડ કરી હતી. 

પરંતુ ગુજરાત સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ ક્લબ કરતા વડોદરા ના વિદ્યાર્થીઓ માટેની આ અનામત નીતિ ખોરવાવાની શક્યતા છે. આ અંગે છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓ અને સેનેટ મેમ્બરો, પૂર્વ વિદ્યાર્થી નેતાઓએ આ અંગે આંદોલન શરૂ કર્યું છે. 

આ અંગે મ. સ. યુનિ.ની જુદી જુદી ફેકલ્ટીઓમાં કુલ કેટલા ટકા બેઠકો વડોદરાના વિદ્યાર્થીઓને આપવામાં આવશે તે અંગેની જાણકારી બહાર પાડવા એનએસયુઆઈના વિદ્યાર્થી અગ્રણી અમર વાઘેલા સહિત અન્ય યુનિ નેતાઓએ સાથે મળીને આપેલા આવેદનમાં વીસી સમક્ષ આ માંગ કરી છે. 

આ ઉપરાંત નવા નિયમ અનુસાર વિદ્યાર્થીઓના GCAS પર જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હતી તે પૂર્ણ થવા જઈ રહી છે. જેમાં લગભગ બધા વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન પોર્ટલ પર કરાવી ચુક્યા છે.છતાં મ.સ યુનિવર્સિટી દ્વારા કોઈ પણ ફેકલ્ટી માટે બેઠકોની જાણકારી બહાર પાડવામાં આવી નથી. 

ઉપરાંત કોઈ પણ પ્રકારનો અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો નથી જેને લઈને વિદ્યાર્થીઓ હજુ પણ મુંઝવણમાં છે. યુનિ વા.ચા.ને એન એસયુઆઈ દ્વારા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને મ.સ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ તેવી અપેક્ષા એનએસયુઆઇના પ્રમુખ અમર વાઘેલા સહિત અન્ય અગ્રણી વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી હતી. અન્યથા ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે.


Google NewsGoogle News