શિવજી કી સવારી કરતાં ઠેરઠેર ખોદકામ ને કારણે વાહનચાલકો વધુ હેરાન
વડોદરાઃ શહેરમાં શિવજી કી સવારીને કારણે ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો.પરંતુ તેના કરતાં વધુ પરેશાની ઠેરઠેર થયેલા ખોદકામને કારણે લોકોએ અનુભવી હતી.
શહેરમાં ગોરવા,ફતેગંજ,ફતેપુરા, હરણી,વારસિયા રિંગ રોડ,કલાલી બ્રિજ જેવા અનેક વિસ્તારોમાં ખોદકામ તેમજ રસ્તાના કામો ચાલી રહ્યા છે.આ કામો ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યા હોવાથી લોકો ખૂબ જ હેરાન થઇ રહ્યા છે.
શિવજી કી સવારીને કારણે શહેર પોલીસે ટ્રાફિક નિયમન સારી રીતે થાય તે માટે અનેક વિસ્તારોમાં ટ્રાફિક ડાઇવર્ટ કર્યો હતો.પરંતુ કોર્પોરેશનની ધીમી ગતિએ ચાલતી કામગીરીને કારણે લોકો વધુ હેરાન થયા હતા અને અનેક સ્થળે વાહનચાલકો ૨૦ થી ૨૫ મિનિટ અટવાયા હતા.