Get The App

સુરતનો ચોંકાવનાર કિસ્સો: 16 વર્ષની તરૂણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવી બેલ્ટથી મારી, દુષ્કર્મ આચર્યા બાદ બે વર્ષ શોષણ કર્યુ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
સુરતનો ચોંકાવનાર કિસ્સો: 16 વર્ષની તરૂણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવી બેલ્ટથી મારી, દુષ્કર્મ આચર્યા બાદ બે વર્ષ શોષણ કર્યુ 1 - image



Surat News: સુરતના રાંદેર રોડ-પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી મહિલાના પ્રેમીએ તેણીની 16 વર્ષીય પુત્રીને દારૂ પીવડાવ્યા પછી બેલ્ટ વડે માર મારી હવસનો શિકાર બનાવ્યા બાદ છેલ્લા બે વર્ષથી શારિરીક શોષણ કરી જધન્ય કૃત્ય આચરતો હોવાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાયો છે. પોલીસે મહિલાના હવસખોર પ્રેમી એવા પરવટ પાટિયાની આરબીસી કીડ્ઝ ઝોન પ્રિ-સ્કૂલના સંચાલકની ધરપકડ કરી છે.

અડાજણ પોલીસ સ્ટેશનના ચોપડે ગુરૂવારે ચોંકાવનારો કિસ્સો નોંધાયો હતો. મામા-મામી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી રાંદેર રોડ-પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતી બિંદીયા (નામ બદલ્યું છે) એ ઓટો શો-રૂમમાં નોકરી કરતી માતાના પ્રેમી કેતન બાબુભાઇ પરમાર (ઉ.વ. 41 રહે. જલારામ નગર સોસાયટી વિભાગ-3, મોડલ ટાઉન પાસે, પરવટ પાટિયા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જૂન 2022 માં તેની માતા નોકરી ઉપર ગઇ હતી.

જયારે ઇલેક્ટ્રીકનું કામ કરતા પિતા ચેક રીટર્ન કેસમાં જેલમાં હતા ત્યારે કેતન રાબેતા મુજબ ઘરે આવ્યો હતો. જે તે વખતે 16 વર્ષીય બિંદીયાની એકલતાનો લાભ લઇ કેતને જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતો. દારૂ પીવડાવ્યા બાદ કેતને બિંદીયા ઉપર નજર બગાડી પોતાની હવસ સંતોષવા અડપલા કર્યા હતા.

સુરતનો ચોંકાવનાર કિસ્સો: 16 વર્ષની તરૂણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવી બેલ્ટથી મારી, દુષ્કર્મ આચર્યા બાદ બે વર્ષ શોષણ કર્યુ 2 - image

પરંતુ બિંદીયાએ ઇન્કાર કરતા કેતને બેલ્ટ વડે માર મારી બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ અનેક વખત એકલતાનો લાભ લઇ કેતન પોતાની હવસનો શિકાર બનાવી જધન્ય કૃત્ય આચરતો હતો. માતાના પ્રેમી તરીકે બિન્દાસ્ત ઘરે આવતા કેતનની હેવાનીયતની બિંદીયાએ કોઇને જાણ કરી ન હતી પરંતુ ગત દિવસોમાં તેણીના સાવકા પિતા અને મામા-મામીને જાણ ગંધ આવી જતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

પોલીસે પરિણીત પ્રેમિકાની 16 વર્ષીય પુત્રીને સતત બે વર્ષ સુધી હવસનો શિકાર બનાવનાર પરવટ પાટિયાના કબૂતર સર્કલ નજીક જય ખોડિયાર નગરમાં આવેલી આરબીસી કીડ્ઝ ઝોન નર્સરી પ્રિ-સ્કૂલના સંચાલક એવા એક પુત્રી અને બે પુત્રના પિતા કેતનની ધરપકડ કરી છે.

પરવટ પાટિયાના મકાન ખરીદ-વેચાણ કરતી વેળા પરિચય થયો હતો

કોલેજમાં અભ્યાસ કરતી બિંદીયા અને તેનો પરિવાર અગાઉ પરવટ પાટિયા વિસ્તારમાં રહેતા હતા. તેઓ જે સોસાયટીમાં રહેતા હતા તે મકાન કેતન પરમારને વેચાણ કર્યુ હતું. મકાન ખરીદ-વેચાણનો સોદો કર્યો ત્યારે કેતન બિંદીયાની માતાનો મોબાઇલ નંબર લીધો હતો અને તેઓ સંર્પકમાં રહેતા અનૈતિક સંબંધ બંધાયા હતા. ત્યાર બાદ કેતન સમયાંતરે ઘરે આવ-જા કરતો હોવાથી તેણે 16 વર્ષીય બિંદીયા ઉપર પણ દાનત બગાડી હવસનો ખેલ ખેલ્યો હતો. 


Google NewsGoogle News