માતા ત્રણ વર્ષની બાળા સાથે બીજા માળેથી પટકાઇ, માતાનું મોત
- લિંબાયતમાં છત્રપતિ શિવાજી નગરમાં
- 36 વર્ષીય નાઝમા શાહ ગેલેરીમાં ઉભી રહી નીચે પરિચિત સાથે વાત કરતી હતી ત્યારે બેલેન્સ
ગુમાવ્યું, બાળા સારવાર હેઠળ
સુરત :
લિંબાયતમાં બે દિવસ પહેલા બીજા માળે ગેલેરી માંથી વાતચિત કરતી વખતે માતા તેમની ૩ વર્ષીય બાળકી સાથે નીચે પકટાઇ હતી. જેમાં ગંભીર ઇજા થતા માતાનું સારવાર દરમિયાન સોમવારે રાતે મોત થયુ હતુ. જયારે ઇજા પામેલી બાળકી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ બિહારની વતની અને હાલમાં લિંબાયતમાં છત્રપતિ શિવાજીનગરમાં રહેતી ૩૬ વર્ષીય નાઝમા જમશેદ શાહ ગત તા.૨૪મી સવારે ઘરના બીજા માળે ગેલેરીમાં પોતાની ૩ વર્ષીય પુત્રી નાઝમીને હાથમાં પકડીને ઉભી હતી. બાદમાં નાઝમા નીચે પરિચિત સાથે વાતચિત કરતી વખતે અચાનક બેલેન્સ જતા નાઝમા તેમની બાળકી સાથે નીચે પટકાઇ હતી.
જેમાં બંને ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં સારવાર દરમિયાન સોમવારે રાતે નાઝમાનું મોત નીંપજયુ હતુ. જયારે બાળકી સારવાર હેઠળ છે. જયારે નાઝમાને ત્રણ સંતાન છે. તેના પતિ ચરકનું કામ કરે છે. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.