ઘરકંકાસથી પુત્રીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ પી લેતાં માતાનું મોત
ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે ગોપાલક પરિવારમાં ઘટના : માતાનું ઉપલેટાની હોસ્પિટલમાં મોત, જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી 9 વર્ષની પુત્રીને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઈ, માતા સામે હત્યાના પ્રયાસનો ગુનો
ઉપલેટા, : ઉપલેટા થી 27 કિ.મી દુર આવેલા પાટણવાવ પોલીસ સ્ટેશન નીચે આવતા ભીમોરા ગામે સામાન્ય ધર કંકાસમાં માતાએ પુત્રીને એસીડ પીવડાવી પોતે પણ એસીડ પી લેતા તેમને ગંભીર હાલતમાં ઉપલેટા હોસ્પીટલ ખાતે લાવવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન માતાનું મોત થયેલ હતું. પુત્રીની હાલત ગંભીર જણાતા રાજકોટ ખાતે રીફર કરવામાં આવેલ છે.
આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ભીમોરા ગામે ગાંડાભાઈ ભરવાડ તેમની પત્નિ મુરીબેન પોતાના બે પુત્રો મોટો જગદીશ ઉ.વ. 28 તથા નાનો પુત્ર હિતેષ ઉ.વ. 24 તથા મોટા પુત્ર જગદીશની પુત્નિ સુમીબેન અને જગદીશની પુત્રી ધાર્મી મળી કુટુંબમાં 6 વ્યક્તિ ભીમોરા ગામે પટેલ સમાજની બાજુમાં રહેતા હતા આ પિતા પુત્ર પોતાની પાસે રહેલ ઢોર તથા ગામના પટેલ પરીવારના ઢોર સીમમાં ચરાવીને ખેતી કામ કરી પેટીયું રળ તા હતા.
આ પરીવાર મુળ કુતીયાણા તાલુકાના સીંધપુર ગામેથી ભીમોરા છ થી સાત વષ પહેલા રહેવા આવેલ હતો મોટા પુત્રના લગ્ન કેશોદ તાલુકાના મધરવાડા ગામે થયેલ હતા. છેલ્લા કેટલાંક સમય થયા ધરમાં ધરકંકાસ ચાલતો હતો. થોડા સમય પહેલા સુમીબેનના પિતાએ આવી સમાધાન પણ કરવાના પ્રયત્નો કરેલ હતા. દરમ્યાન ગઈ કાલે બપોર નાસમયે પિતા પુત્ર ઢોર ચરાવવા સીમમાં ગયેલ હતા ત્યારે બપોરના 3 વાગ્યાના અરસામાં સુમીબેન એ ગુસ્સામાં આવી ઘરમાં રહેલ એસીડ પ્રથમ પોતાની 9 વષઁની પુત્રી ધાર્મીને પીવડાવી અને પોતે પણ એસીડ પી લીધો હતો. થોડીવાર બાદ શરીરમાં તકલીફ થતાં ફોન કરી પોતે પોતાની પુત્રીને એસીડ પીવડાવી પોતે પણ એસીડ પીધાની જાણ પોતાના પતિ અને સસરાને કરતા બધાએ તાત્કાલીક ઘરે આવી માતા-પુત્રીને ઉપલેટા હોસ્પીટલ ખાતે લાવેલ હતા. જયાં સારવાર દરમ્યાન માતાનું મોત થયેલ હતું. અને પુત્રી ધાર્મીની હાલત ગંભીર જણાતા તેઓને રાજકોટ રીફર કરવામાં આવેલ હતી. નાના એવા ગામમાં આવો ગંભીર બનાવ બનતા ગામમાં ચચાઁનો વિષય બની ગયેલ હતો. આખું કુટુંબ પુત્રીની સારવારમાં હોય ક્યાં કારણોસર કંકાસ ચાલતો હતો તે જણાતું ન હતું. પરંતુ આડોસ પડોસ અને ગામમાં થતી ચર્ચાઓ મુજબ સુમીબેનને ભીમોરા રહેવું ન હતું. તેમને જુદુ થઈ ઉપલેટા રહેવા જવું હતું. આ અંગે સતત ધરમાં દબાણ કરી ઘરકંકાસ થતો હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળેલ છે. આ બનાવની પોલીસને જાણ થતા ધોરાજી સી.પી.આઈ. અને પાટણવાવ પી.એસ.આઈ. એ ભીમોરા પહોંચી મરનાર સુમીબેનના પિતાનો સંપકકરી બનાવનું કારણ અને ખરી હકીકત મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરેલ હતા.