વડોદરામાં બાઈકને ટેકો દઈને ઉભા રહેવા મુદ્દે યુવક પર મા-દીકરા દ્વારા હુમલો
Vadodara Crime : વડોદરાના આજવા રોડ એકતાનગરમાં બાઈકને ટેકો દઈને ઉભો રહેતા બાઈકને ટેકો દઈને કેમ ઊભો છે તેવી નજીવી બાબતે બીચકેલા મામલામાં બાઈક માલિક તેની માતાએ સહિત બે જણાએ અશ્લીલ ગાળો ભાંડીને લાકડીના દંડા સહિત મૂઢ માર મારતા ઇજાગ્રસ્ત યુવકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની વિગત એવી છે કે આજવા રોડ એકતાનગર વિસ્તારમાં રહેતા ઈસામુદ્દીન નજરૂદ્દીન શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પડોશી સોહીલ પઠાણ (રહે. આજવા રોડ એકતાનગર) ની બાઇકને ટેકો દઈને ઈસામુદ્દીન ઉભો હતો, ત્યારે એકાએક ધસી આવેલા સોહિલ પઠાણે મારી બાઇકને અડીને કેમ ઉભો છે તેમ કહીને અશ્લીલ ગાળો માંડતા મામલો બીચક્યો હતો.
જેથી દોડી આવેલી સોહીલની મમ્મી સહિત બંને જણાએ ઈસામુદ્દીન નજરૂદ્દીન શેખને ગઢડા પાટુનો માર તથા લાકડીઓના આડેધડ ફટકા માકતા ઇજાગ્રસ્ત સોહીલને પણ ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલાયા હતા. બનાવ અંગે પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.