Get The App

જામનગરમાં ઈલેક્ટ્રીક સગડીમાં માતાને અચાનક લાગ્યો હતો વીજ આંચકો, બચાવવા દોડેલા 13 વર્ષના પુત્રનું પણ મોત

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ઈલેક્ટ્રીક સગડીમાં માતાને અચાનક લાગ્યો હતો વીજ આંચકો, બચાવવા દોડેલા 13 વર્ષના પુત્રનું પણ મોત 1 - image


Jamnagar News: જામનગર તાલુકાના ગાડુકા ગામમાં ભારે કરુણા જનક કિસ્સો બન્યો છે, અને વીજ શોક લાગવાથી માતા પુત્ર બંનેના મૃત્યુ નિપજતાં ભારે ભારે અરેરાટી ફેલાઈ છે. માતાને વીજ શોક લાગતા તેને બચાવવા ગયેલા 13 વર્ષના પુત્રને પણ વીજ આંચકો ભરખી ગયો હતો. આ કરુણાજનક બનાવની વિગત એવી છે કે. જામનગર તાલુકાના ગાડુકા ગામમાં રહેતી હંસાબા રાઠોડ નામની મહિલા ગઈકાલે રાત્રે પોતાના ઘરે ઈલેક્ટ્રીક સઘડીમાં રસોઈ બનાવી રહી હતી, જે દરમિયાન તેને એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બની હતી.

આ વેળાએ ઘરમાં હાજર રહેલા 13 વર્ષના પુત્ર દિવ્યરાજસિંહએ પોતાની માતાને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો, તેમાં તેને પણ વીજ આંચકો લાગ્યો હતો, અને માતા-પૂત્ર બન્ને બેશુદ્ધ બન્યા હતા. જેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં માતા-પુત્ર બંનેના મૃતદેહ જ પહોંચ્યા હતા. જેના કારણે ભારે ગમગીની ફેલાઈ હતી. નાના એવા ગાડુકા ગામમાં માંતા-પુત્ર બંનેના મૃત્યુને લઈને ભારે ગમગીની છવાઈ છે.

સમગ્ર મામલાની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News