લાલપુરના મેઘપર ગામમાંથી છ વર્ષના પુત્ર સાથે માતા લાપતા, પોલીસ દ્વારા શોધખોળ શરુ
Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતી પરપ્રાંતિય શ્રમિક યુવતી પોતાના છ વર્ષના પુત્ર સાથે એકાએક લાપતા બની જતાં પતિ દ્વારા પોલીસમાં ગુમનોંધ કરાવાઈ છે. જેને મેઘપર પોલીસ શોધી રહી છે.
મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહીને મજૂરી કામ કરતા રામ કલ્યાણ દુઃખી તાતી નામના 34 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાને મેઘપર પોલીસ મથકમાં ગત 21મી તારીખે પોતાની પત્ની જ્યોતિદેવી ઉર્ફે અમેરિકા કુમારી પોતાના છ વર્ષના પુત્ર સુશાંતકુમાર સાથે પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ હતી.
તેણીની અનેક સ્થળે શોધ ખોળ કર્યા પછી કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે મેઘપર પોલીસ મથકમાં જાણ કરાઇ છે અને જ્યાં ગુમ નોંધ કરાવાયા બાદ પોલીસ દ્વારા માતા પુત્રની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.