મહેસાણામાં માતા-પુત્રીએ કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું, એક ચિઠ્ઠીથી ખુલ્યું આપઘાતનું રહસ્ય
Mehsana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રંગપુરડા ગામની સીમમાં આવેલ પાવર સ્ટેશન પાસેની નર્મદા કેનાલમાંથી માતા અને પુત્રીની લાશ મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું કે, સાણંદ તાલુકાના મખીયાવ ગામના રસિક ચાવડાની 33 વર્ષીય પત્ની પ્રિતિકા અને આઠ વર્ષીય પુત્રી પીનલે નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. હવે આ આપઘાત રહસ્ય ખુલ્યું છે, જેમાં માતાએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે,ઉધારમાં આપેલા 30,000 રૂપિયા ન મળતા આ પગલું ભર્યું છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, નર્મદા કેનાલમાંથી માતા પ્રીતિકાબેન અને પુત્રી પિનલનો મૃતદેહ મળ્યો હતો. ધોરણ-3માં ભણતી દીકરીને લઈ માતાએ મોતની છલાંગ લગાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકો સાણંદના મખીયાવ ગામના રહેવાસી છે. પોલીસે કેનાલ પાસે તપાસ હાથ ધરતા એક ચિઠ્ઠી, મોબાઈલ અને થેલી મળી આવી છે. ચિઠ્ઠીમાં કણજરી ગામના નટુ જોડેથી 30 હજાર લેવાના હોવાનો ઉલ્લેખ પણ છે.