mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

MSUની ટેકનોલોજી ફેકલ્ટીની મોટાભાગની બેઠકો પહેલા રાઉન્ડમાં ભરાઈ ગઈ, જલદી કરજો માત્ર આટલી બેઠકો છે ખાલી

Updated: Jun 27th, 2024

MS University Vadodara


M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં એન્જિનિયરિંગની વિવિધ બ્રાન્ચની તમામ બેઠકો પ્રવેશના પહેલા રાઉન્ડમાં ભરાઈ ગઈ છે. ટેકનોલોજી ફેકલ્ટીમાં પહેલા રાઉન્ડના અંતે હવે ટેક્સટાઈલ પ્રોસેસિંગની 58 અને ટેક્સટાઈલ ટેકનોલોજીની 11 એમ 69 જ બેઠકો ખાલી રહી છે. રાજ્યની તમામ એન્જિનિયરિંગ કોલેજોમાં હાલમાં રાજયની એડમિશન કમિટિ દ્વારા પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલી રહી છે.

તાજેતરમાં પહેલા રાઉન્ડની પ્રવેશ યાદી બહાર પાડવામાં આવી હતી. ટેકનોલોજી ફેકલ્ટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવેશ માટે ધસારો રહ્યો છે. જેના કારણે ટેક્સટાઈલની બે બ્રાન્ચને બાદ કરતા એન્જિનિયરિંગની વિવિધ બ્રાન્ચોની જનરલ તેમજ અનામત કેટેગરીની એમ તમામ બેઠકો ભરાઈ ગઈ છે.

મળતી વિગતો પ્રમાણે ટેકનોલોજી ફેકલ્ટીમાં ઈડબલ્યુએસ કેટેગરી સાથે ગણવામાં આવે તો સિવિલ એન્જિનિયરિંગમાં 145, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 79, મિકેનિકલ એન્જિનિયરિંગમાં 118, કેમિકલ એન્જિનિયરિંગમાં 40, ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં 40, કોમ્પ્યુટર સાયન્સમાં 79, મેટલર્જિમાં 52 બેઠકો છે.

ટેક્સટાઈલ એન્જિનિયરિંગમાં 38, સિવિલ ઈરિગેશન વોટર મેનેજમેન્ટમાં 38 બેઠકો છે. આ તમામ બેઠકો ભરાઈ ગઈ છે. આ સિવાય ટેકસટાઈલ ટેકનોલોજીની 38માંથી 27 અને ટેક્સટાઈલ પ્રોસેસિંગની 75માંથી 17 બેઠકો ભરાઈ છે.

જાણકારોનું કહેવું છે કે, પ્રવેશ લેનારા મોટાભાગના વિદ્યાર્થીઓ ફી ભરી દેતા હોવાથી બીજા રાઉન્ડમાં ખૂબ ઓછી બેઠકો ખાલી રહેશે. દર વર્ષે ટેકનોલોજી ફેકલ્ટીની લગભગ તમામ બેઠકો પ્રવેશ પ્રક્રિયાના અંતે ભરાઈ જતી હોય છે.

Gujarat