સોશ્યલ મીડિયાથી દૂર રહેતી યુવતીના મોર્ફ કરેલા બીભત્સ વીડિયો-ફોટો વાયરલ,પાડોશીએ જાણ કરી
વડોદરાઃ વડોદરાની એક યુવતીના મોર્ફ કરેલા બીભત્સ વીડિયો અને ફોટા વાયરલ થતાં તેણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.
૨૬ વર્ષની યુવતીએ પોલીસને કહ્યું છે કે,હું સોશ્યલ મીડિયાથી દૂર રહું છું અને મારું એક પણ સોશ્યલ મીડિયા પર એકાઉન્ટ નથી. અમારી પાડોશમાં રહેતા એક ભાઇએ મારા પિતાને વાયરલ થયેલા મારા બીભત્સ વીડિયો અને ફોટા બતાવતાં અમે હેરાન થઇ ગયા હતા.
યુવતીએ કહ્યું છે કે,ત્યારબાદ અમે તપાસ કરતાં આ વીડિયો અને ફોટા મોર્ફ કરેલા હતા.જેથી કોઇ વ્યક્તિએ મને તેમજ મારા પરિવારને સમાજમાં બદનામ કરવા માટે આ કૃત્ય આચર્યું હતું.સાયબર સેલે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.