ગારિયાધાર-રાજકોટ રૂટ પરની સવારની એસ.ટી. બસ બંધ કરાતા પ્રવાસીમાં હાલાકી
- શાખપુર ગામના સરપંચની ડિવિઝનમાં રજૂઆત
- ડ્રાઈવર-કંડકટરની ઘટ હોવાના બહાના આગળ ધરી દેવાતું હોય મુસાફરોમાં નારાજગી
દામનગર : ગારિયાધાર-રાજકોટ રૂટ પર ચાલતી વ્હેલી સવારની એસ.ટી. બસ બંધ કરાતા પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોય જે સંદર્ભે શાખપુર ગામના સરપંચે ભાવનગર એસ.ટી. ડીવીઝન સમક્ષ રજૂઆત કરાઈ છે.
દામનગર ગારિયાધાર ડેપોનો અંધેર વહીવટ ગારીયાધાર ડેપોની વર્ષો જૂની ચાલતી ગારીયાધાર રાજકોટ વહેલી પાંચ વાગ્યાની બસ ચાલુ હતી જે નાની વાવડી શાખપુર પાંચ તલાવડા કણકોટ પાડરસીંગા અને નાના રાજકોટ દામનગર પંથકનાં ગામડાનાં પેસેન્જરો આ બસ આશીર્વાદરૂપ હતી પણ ગારીયાધાર ડેપોના અવારનવાર અણઘણ વહીવટથી જ્યારે ફોન કરવો અથવા રજૂઆત કરો ત્યારે ડ્રાઈવર - કંડકટરની ઘટ હોવાનો જવાબ આપીને ગારીયાધાર રાજકોટ રૂટ કાપી નાખવામાં આવે છે અને હાલ આ બસ બંધ છે જેથી જેની રજૂઆત ભાવનગર એસ.ટી. ડિવિઝન અને વાહન વ્યવહાર મંત્રી સમક્ષ શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણે આ ગારીયાધાર રાજકોટ બસ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.