Get The App

લાલપુરમાં ધોળે દહાડે બે પરપ્રાંતીય નશાખોરો માર્ગ પર નશો કરી ને બેભાન હાલતમાં જાહેરમાં સુતા મળી આવતાં ભારે ચકચાર

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
લાલપુરમાં ધોળે દહાડે બે પરપ્રાંતીય નશાખોરો માર્ગ પર નશો કરી ને બેભાન હાલતમાં જાહેરમાં સુતા મળી આવતાં ભારે ચકચાર 1 - image


જામનગર જિલ્લાના લાલપુરમાં મેઇન બજારમાં એક મેડિકલ સ્ટોર પાસે બે પર પ્રાંતીય જણાતા શખ્સો દારૂના નશામાં ચકચુર બનીને આવ્યા હતા, અને બન્ને ચિક્કારએ દારૂ પીધો હોવાથી માર્ગ પર જ ઢળી પડ્યા હતા. 

આ વેળાએ ત્યાંથી પસાર થતા કોઈ નાગરિકે તેનો વિડીયો બનાવી લીધો હતો. જે વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો, અને પોલીસ તંત્રને જાણ થવાથી પોલીસ ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ તે સમયગાળા પહેલાં બન્ને નશાબાજો ઊઠીને પોબારા ભણી ગયા હતા.

આસપાસના લોકોના કહેવા મુજબ બંને શખ્સો પર પ્રાંતિય હોવાનું તેઓની બોલચાલ ની ભાષા પરથી જાણવા મળ્યું હતું, અને વધુ પડતો દારૂ પી લીધો હોય તેવી પરિસ્થિતિમાં ચાલી શકે તેમ ન હોવાથી થોડા થોડા અંતરે એકબીજાથી દૂર બને માર્ગ પર જ ઢળી પડ્યા હતા પરંતુ લોકોના ટોળા અને  શોરબકોર સાંભળીને બંને ઊઠીને ભાગી છુટ્યા હતા. પોલીસ ટુકડીએ તેને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી, અને બંને શખ્સો લાલપુર આસપાસના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા હોવાનું અનુમાન લગાવાયું છે. અને તે દિશામાં તેઓની શોધખોળ ચલાવવા આવી રહી છે. દારૂનો નશો કર્યા બાદ ખાવા માટે ગઈકાલે બપોરે લાલપુર ટાઉનમાં આવ્યા હોવાનું અનુમાન કરાયું છે.


Google NewsGoogle News