Get The App

ડાકોરમાં પૂનમે ફાગણોત્સવ યોજાશે, બે હજારથી વધુ પોલીસ જવાન તૈનાત રહેશે

Updated: Feb 22nd, 2025


Google News
Google News
ડાકોરમાં પૂનમે ફાગણોત્સવ યોજાશે, બે હજારથી વધુ પોલીસ જવાન તૈનાત રહેશે 1 - image


Dakor News : ડાકોરમાં યોજાનારા ફાગણોત્સવ અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડાકોરમાં બેઠક યોજાઈ હતી. મેળા દરમિયાન 8 સેક્ટરમાં બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. પદયાત્રીઓના રૂટ પર પાણી, પ્રાથમિક સારવાર સહિતની સુવિધા ઉપ્લબ્ધ કરાશે. 

ડાકોરમાં રણછોડરાયજી મંદિરે તા.14 અને 15 માર્ચ દરમિયાન ફાગણોત્સવ ઉજવાશે. ફાગણી પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઠાકોરજીના દર્શનાર્થે આવતા હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ યાત્રાળુઓની સલામતી સહિતના આયોજન અંગે ખેડા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડાકોરમાં બેઠક યોજાઈ હતી. 

મેળા દરમિયાન તથા દર્શન સમયે ભાગદોડ રોકવા આડબંધના આયોજન અંગે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ માર્ગદર્શક સુચનો આપ્યા હતા. સીસીટીવી અને પીટીઝેડ કેમેરા દ્વારા ઈલેક્ટ્રોનિક સર્વેલન્સની કામગીરી કરાશે. ગોમતી તળાવ, ગળતેશ્વર મંદિર સહિતના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. મેળા દરમિયાન 8 સેક્ટરમાં પોલીસ બંદોબસ્ત વહેંચાશે. અંદાજે 2000 પોલીસ કર્મચારી તૈનાત કરાશે. તેમજ ડાકોર અને ગળતેશ્વરમાં ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઈટર સાથે તથા કુશળ તરવૈયાઓ તૈનાત કરાશે.

ગોમતી ઘાટની સ્વચ્છતા અંગે આયોજન કરાશે. મેળા દરમિયાન વીજ અકસ્માત ન સર્જાય માટે ખૂલ્લા વાયર, ડીપી, વીજ થાંભલાઓની મરામત કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. તેમજ પદયાત્રીઓના રૂટ પર પાણી, પ્રાથમિક સારવાર, ક્લોરીનેશન, સેનીચેશનની વ્યવસ્થા કરવામાં આવશે. મેળા દરમિયાન ટેલીફોન સેવા ચાલુ રહે માટે તથા સેલ્યુલર કંપનીઓના નેટવર્ક ખોરવાય નહીં માટે માર્ગદર્શન અપાયું હતું. 

Tags :