જરૃરીયાતમંદો માટે એક લાખથી વધુ સુરતીઓ સ્વૈચ્છીક રક્તદાન કરે છે
- આજે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ
- શહેરમાં વર્ષે ૩૦ હજારથી વધુ યુનિટ રક્ત એકત્ર થાય છે : એક જ
રક્તદાતાના બ્લડમાંથી ત્રણ-ચાર લોકોની જીંદગી બચાવી શકાય
સુરત,:
આ
વર્ષે ધ રક્તની નિયમિત જરૃરિયાત હોય તેવા થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા,
હિમોફિલીયા, કેન્સર, ડાયાલિસિસ
કરાવતા દર્દીઓ માટે રક્તદાન કરો, પ્લાઝમા આપો, જીંદગી બચાવો, વારંવાર બચાવોધના સૂત્રથી તા.૧
ઓકટોબરે રાષ્ટ્રીય સ્વેચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવશે. સુરત શહેરમાં એક
લાખથી વધુ વ્યક્તિઓ સ્વૈચ્છિક રક્તદાન કરી જરૃરિયાતમંદોને મદદ રૃપ થઈ રહ્યા છે.
સુરતમાં શહેરીજનો સામાજિક, ધામક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર છે. હાલનાં સમયમાં રક્તની જરૃરિયાતવાળા દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેમની રક્તની માંગણી સંપૂર્ણપણે પૂરી પાડી શકીએ તે માટે પરિવાર સાથે રક્તદાન કરવાનો સંકલ્પ સાથે કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં અમૂલ્ય સહયોગ આપવો જોઈએ. જયારે ગુજરાતમાં પ્રતિવર્ષે આઠ થી નવ લાખ વ્યક્તિઓ રક્તદાન કરે છે. જ્યારે સુરત શહેરના વિવિધ બ્લડ બેન્કમાં અંદાજિત એક લાખથી વધુ વ્યક્તિઓ સ્વૈચ્છિક રક્તદાન કરીને જરૃરિયાતમંદ વ્યક્તિઓને મદદરૃપ થઇ રહ્યા છીએ. ગત વર્ષ કરતા આ વર્ષે વધુ બ્લડ કેમ્પ થયા છે. જયારે સુરત રક્તદાન કેન્દ્રમાં વિવિધ સંસ્થાઓ- મંડળો સહિતના લોકો રકતદાન શિબિર યોજીને વર્ષે દરમિયાન અંદાજીત ૩૦,૦૦૦ યુનિટ રક્ત એકત્રિત થાય છે. એવુ સુરત રક્તદાન કેન્દ્રના નિતેશભાઇ મહેતાએ જણાવ્યું હતું.
સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યુ કે સિવિલની બ્લડ બેન્કમાં એક વર્ષમાં શહેરમાં વિવિધ જગ્યાએ ૨૨૬ રકતદાન કેમ્પ યોજી કુલ ૯,૮૫૦ થી વધુ રક્ત યુનિટ એકત્ર કર્યુ છે. જેમાં ૮૫ ટકા વોલન્ટીયર રકતદાન થયુ છે. એકત્ર કરાયેલા રક્તમાંથી ૧૫,૨૮૧ કોમ્પોનન્ટ દર્દીઓને ટ્રાન્સફયુઝ કરવામાં આવ્યુ હતું. જયારે સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેન્કમાં નવ મહિનામાં શહેરમાં વિવિધ સંસ્થાઓ સાથે મળીને ૧૦૯ રકતદાન કેમ્પ યોજીને ૮,૨૫૦ થી વધુ રકત કર્યુ છે. એકત્ર કરાયેલા લોહીમાંથિ વિવિધ ધટકો છુટા પાડીને ૧૧,૧૯૨ કોમ્પોન્ટ ટ્રાન્સફયુઝ કરવામાં આવ્યુ છે. એક જ રક્તદાતાના બ્લડમાંથી ત્રણ-ચાર લોકોની જીંદગી બચાવી શકીયે છીએ.
સિવિલમાં દાખલ દર્દીઓની સાથે ક્યારેક તેમના પરિવારજનો હોતા નથી. અમુક વખત દર્દીને સંબંધી હોય પણ તેમનાથી રક્તની વ્યવસ્થા થતી નથી. ડોક્ટર દર્દીની સારવાર સાથે જિંદગી પણ બચાવતા હોય છે. પણ સાથે સાથે તેઓ સવાકાર્યો પણ કરી રહ્યા છે. જેમાં સિવિલના ઓર્થો. વિભાગના વડા ડો. હરી મેનન, સર્જરી વિભાગના વડા ડો. નિમેશ વર્મા, ફાર્મેકોલોજી વિભાગના વડા ડો. ચેતન આચાર્ય, મેડીસીનના ડો.અશ્વિન વસાવા, પીએસએમના ડો. અભય કવિશ્વર, પેથોલોજીના ડો. મયુર જરગ, ડો.રાહુલ, ડો. કેતન નાયક, ડો.લક્ષ્મણ સહિતના ડોક્ટરો તથા નર્સિગ સ્ટાફ સહિતના કર્મચારીઓ રક્તદાન કરે છે. આ ઉપરાંત પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં ગાયનેક વિભાગના વડા. અશ્વિન વાછાણી, ડો. મનીષ પટેલ, ડો.પુનમબેન, અર્ચના સહિતના પણ ડોક્ટરો સહિતના કર્મચારીઓ હર હમેશા રક્તદાન કરી જરૃરિયાતમંદ દર્દીની મદદ કરી રહ્યા છે.
- રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિતે સુરતમાં રકતદાન થશે
સુરત રક્તદાન કેન્દ્ર દ્વારા ૧લીએ ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વેચ્છિક રક્તદાન દિવસે રકતદાન શિબરનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં લાલદરવાજા ખાતે વિનસ હોસ્પિટલ, ઉધનામાં સાંઈ રેસીડેન્સી, નાનપુરા ખાત અક્ષર કોમ્પલેક્ષ, રકતદાન શિબિરનું આયોજન ગોઠવવામાં આવેલ છે.