Get The App

સુરતના યુવાનો સહિત પાંચ લાખથી વધુ લોકો આર્થરાઇટિસની પીડિત

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
સુરતના યુવાનો સહિત પાંચ લાખથી વધુ લોકો આર્થરાઇટિસની પીડિત 1 - image


- આજે વર્લ્ડ આર્થરાઇટિસ ડે

- બદલાતી જીવનશૈલીના કારણે હાલમાં યુવાનોને પણ સાંધામાં ઘસારો કે દુઃખાવાની તકલીફ : બેઠાડું જીવન, જંકફુડ બિમારીનું મુખ્ય કારણ

  સુરત :

આજના યુગમાં બદલાતી લાઈવ સ્ટાઈલ એટલે કે બદલાતી જીવનશૈલી, બેઠાડું જીવન તથા વધુ પડતું જંક ફૂડ ખાવા સહિતના લીધે યુવાનોમાં પણ આર્થરાઇટિસ તકલીફ થઈ શકે છે. સુરતમાં આ તકલીફમાં યુવાનો સહિત ચારથી પાંચ લાખ વ્યક્તિઓને તકલીફ પીડાતા હોવાની સકયતા છે.

સાંધામાં ઘસારો કે સાંધામાં દુઃખાવો થવો જેને આર્થરાઇટિસ કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકોને આર્થરાઇટિસ વિશે માહિતગાર કરવામાં માટે દર વર્ષે ૧૨ ઓક્ટોબર રોજ વર્લ્ડ આર્થરાઇટિસ ડે ઉજવણી કરવામાં આવે છે. જોકે બે દાયકા અગાઉ ૬૦ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વૃદ્ધોને આર્થરાઇટિસ તકલીફ થતી હતી. પણ આજના યુગમાં ધણા યુવાનો બદલાતી લાઈવ સ્ટાઈલ એટલે  જીવનશૈલી બદલાઇ રહી છે. એટલુ નહી પણ તેઓ  બેઠાડું જીવન જીવવુ, બેઠાડું ઓફિસ વર્ક,વજન વધી જાય, વધુ પડતું જંક ફૂડ ખાવા, નિયમિત કસરત-યોગ કરતા નથી, યોગ્ય ખોરાક ખાતા નથી સહિતના લીધે હાલમાં ૩૫ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના યુવાનાનો પણ આર્થરાઇટિસ તકલીફ જોવા મળે છે. સુરતમાં યુવાનો સહિત ચારથી પાંચ લાખ વ્યકિત આર્થરાઇટિસની તકલીફ પીડાતા હોવાની શકયતા છે. એમ નવી સિવિલના ઓર્થોપેડીક વિભાગના ડો. નિતીન ચૌધરી કહ્યુ હતુ.

આર્થરાઇટિસની સમયસર સારવાર લેવાથી દર્દીની તકલીફમાં ઘટાડો થઇ શકે છે. મેડીકલ ક્ષેત્રે ઉપલબ્ધ લેટેસ્ટ ટ્રીટમેન્ટ અંગે લોકોને માહિતગાર કરવા જોઇએ . આપણો હેતુ દર્દીને આર્થરાઇટિસના દર્દમાંથી મુક્તિ અપાવવાનો છે. જેથી તે પોતાનું સામાન્ય જીવન ફરી જીવી શકે.જયારે પુરુષોની સરખામણીએ મહિલાઓને રેમિટોઇડ આર્થરાઇટિસ રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. એમ વધુમાં તેમણે કહ્યુ હતું.

 - આર્થરાઇટિસ રોગના લક્ષણો

મોટાભાગે આર્થરાઇટિસ બિમારી વ્યકિતના થાપામાં અને  ઘૂંટણમાં જોવા મળે છે. જેથી થાપામાં, ઘુંટણમાં તકલીફ કે દુઃખાવો થવો, ચાલવામાં તકલીફ થાય, સાંધા જકડાઇ જવા,બેસવામાં પલાઠી વાળીને બેસી ન શકાય વગેરે તકલીફ જોવા મળે છે. લોભામણી જાહેરમાં વ્યકિતએ લોભાવવુ નહી, આ પ્રકારની તકલીફ થાય તો તાકીદે ઓર્થોપેડિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સમયસર સારવાર કરવાથી દર્દીની તકલીફ મટી પણ શકે છ.

 - ૩૦ મિનિટ નિયમિત ચાલવાથી આર્થરાઇટીસની શક્યતા ઘટે

આજના યુગમાં ઘણા વ્યક્તિઓ કસરત કરતા નથી. યોગ્ય માર્ગદર્શન હેઠળ કસરત, યોગ્ય ખોરાક, જંક ફૂડ ખૂબ જ ઓછું ખાવું, બેઠાડું જીવન છોડવું જોઇએ. કોઈ કસરત ના કરો તો આખા દિવસમાં ૩૦ મિનિટ નિયમિત ચાલવું જોઈએ. તેનાથી પણ આર્થરાઇટીસ થવાની શક્યતા ઘટે છે.


Google NewsGoogle News