બોટાદ નગરપાલિકાના 9 વોર્ડમાં 89 હજારથી વધુ મતદાર નોંધાયા
- પુરૂષ 46224, સ્ત્રી 43442 અને અન્ય 5 મતદાર
- વોર્ડ નં.1 અને વોર્ડ નં.7 ની આઠેય બેઠક ભાજપે બિનહરીફ કરી, સૌથી ઓછો મતદાર વોર્ડ નં.6 માં
બોટાદ નગરપાલિકાના વોર્ડ નં.૨થી ૬ અને વોર્ડ નં.૮થી ૧૧ની આગામી ૧૬મી ફેબુ્રઆરીએ મધ્યસત્રની યોજાનારી ચૂંટણીમાં કુલ ૮૯,૬૭૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં પુરૂષ મતદાર ૪૬,૨૨૪, સ્ત્રી મતદાર ૪૩,૪૪૨ અને અન્ય પાંચ મતદારનો સમાવેશ થાય છે. વોર્ડ વાઈઝ જોઈએ તો વોર્ડ નં.૨માં કુલ ૧૦,૩૩૯ (પુરૂષ ૫,૩૧૩, સ્ત્રી ૫,૦૨૬), વોર્ડ નં.૩માં કુલ ૮,૮૭૯ (પુરૂષ ૪,૫૪૪, સ્ત્રી ૪,૩૩૫), વોર્ડ નં.૪માં ૧૦,૮૫૬ (પુરૂષ ૫,૬૫૧, સ્ત્રી ૫,૨૦૫), વોર્ડ નં.૫માં ૧૦,૫૬૭ (પુરૂષ ૫,૪૦૪, સ્ત્રી ૫,૧૬૨, અન્ય ૧), વોર્ડ નં.૬માં ૮,૮૪૧ (પુરૂષ ૪,૪૩૬, સ્ત્રી ૪,૪૦૪, અન્ય ૧), વોર્ડ નં.૮માં ૯,૭૫૦ (પુરૂષ ૫,૦૯૩, સ્ત્રી ૪,૬૫૭), વોર્ડ નં.૯માં ૯,૨૮૬ (પુરૂષ ૪,૭૦૯, સ્ત્રી ૪,૫૭૬, અન્ય ૧), વોર્ડ નં.૧૦માં ૧૧,૦૨૨ (પુરૂષ ૫,૭૪૨, સ્ત્રી ૫,૨૭૮, અન્ય ૨) અને વોર્ડ નં.૧૧માં ૧૦,૧૩૧ (પુરૂષ ૫,૩૩૨, સ્ત્રી ૪,૭૯૯) મતદાર સરકારી ચોપડે નોંધાયેલા છે. ઉલ્લેખનિય છે કે, વોર્ડ નં.૬માં સૌથી ઓછા ૮૮૪૧ અને વોર્ડ નં.૧૦માં સૌથી વધુ ૧૧,૦૨૨ મતદાર છે.