વિશ્વમાં 7111થી વધુ ભાષા બોલાય છે- જાણો સૌથી બોલાતી ભાષામાં ગુજરાતી કયા સ્થાને છે ?
ભારતની સૌથી વધુ બોલાતી હિંદી દુનિયામાં ત્રીજુ સ્થાન ધરાવે છે
21 ફેબ્રુઆરી - વિશ્વ માતાૃભાષા દિવસ- 40 ટકા જેટલી ભાષાઓના અસ્તિત્વને ખતરો છે
અમદાવાદ,21 ફેબ્રુઆરી,2022,સોમવાર
વિશ્વમાં 7111 થી પણ વધુ ભાષા બોલાય છે આજના યુગમાં આંતરરાષ્ટ્રીય વેપાર, કારોબાર અને પર્યટન સ્થળોએ અંગ્રેજી ભાષા દુનિયાના તમામ ખૂણે ડિફોલ્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સેમિનારો અને મંત્રણાઓમાં પણ અંગ્રેજી છવાયેલી છે. દુનિયાના સમાચાર માધ્યમોમાં પણ અંગ્રેજી વધુ વપરાય છે. કોઇ પણ ખૂણે અંગ્રેજી માધ્યમની સ્કૂલો અને ટયૂશન કલાસ જોવા મળે છે. ઇન્ટરનેટ વલર્ડ સ્ટેટસના એક અહેવાલમાં જણાવાયું હતું કે દુનિયામાં દ્વી ભાષા બોલાતી વ્યકિત સેકન્ડ ભાષા તરીકે અંગ્રેજી જાણે છે.
ઇન્ટરનેટ પર જોડાયેલા 3 માંથી 1 વ્યકિતને અંગ્રેજી ભાષા સમજમાં આવે છે. વેબ પર જેટલી માહિતી પ્રગટ થાય છે તેમાં 60 ટકાથી વધુ કન્ટેન્ટ અંગ્રેજીમાં હોય છે. એ રીતે અંગ્રેજી ગ્લોબલ લેંગ્વેજ છે પરંતુ માણસો જન્મ જે પ્રદેશમાં થયો એની ગળથુથીમાં મળેલી માતૃભાષાને ભૂલે નહી તે માટે 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવાય છે મારા અને માતૃભાષા જન્મથી મળે છે. ભાષાની વિવિધતા માણસ જાતના સર્જનાત્મક અભિગમ અને અભિવ્યકિત માટે ખૂબજ મહત્વના છે. ભારત વિવિધ ભાષાઓનો બનેલો દેશ છે આ વિવિધતા જ તેની એકતા સમાયેલી છે. દુનિયામાં 6.20 કરોડથી વધુ લોકોની ભાષા ગુજરાતી છે. દુનિયાના ખૂણે ખૂણે વસતા ગુજરાતીના હ્વદયમાં ધબકતી ભાષા છે.
ચીનની મંદારીન (મેંડરીન) અંગ્રેજી પછી સૌથી બોલાય છે
મંદારીનએ ચીની ભાષાની બોલીઓનો એક સમૂહ છે જેને બધા જ ચીનીઓ સમજી અને બોલી શકે છે. મંદારિનનું નામ દુનિયા માટે અજાણ્યું છે પરંતુ ચીન દેશથી પરીચિત લોકો માટે જરાંય નવાઇની વાત નથી. ચીનમાં ઔધોગિક વિકાસ અને ગ્લોબલાઇઝેશન થયા પછી ચાઇનિઝ ભાષા શીખવા અને સમજવાનો ક્રેઝ દુનિયામાં વધ્યો છે. ચાઇનિઝ લિપિ અધરી માનવામાં આવે છે. ભારતની સૌથી વધુ બોલાતી હીંદી ભાષા દુનિયામાં ત્રીજા ક્રમની ભાષા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ્રેજીનો પ્રભાવ વધતો જતો હોવા છતાં હિંદીએ ભાષા તરીકે ભારતમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે એટલું જ નહી તેનો પ્રચાર-પ્રસાર પણ વધતો જાય છે. ભારતની 22 અધિકૃત ભાષામાં અવ્વલ ગણાતી હિંદી 60 કરોડથી વધુ લોકો બોલે છે. ઉત્તરપ્રદેશ,રાજસ્થાન અને મધ્યપ્રદેશ તો સંપૂર્ણ હિંદી ભાષી રાજયો ગણાય છે.
સૌથી વધુ બોલાતી ભાષામાં બંગાળી વિશ્વમાં 6 ઠા ક્રમે છે
સૌથી વધુ બોલાતી દુનિયાની ટોપ ટેન ભાષાઓમાં અંગ્રેજી, મેંડરિન,હિંદી ઉપરાંત સ્પેનિશ, અરબી. બંગાળી,ફેંચ,રશિયન,પૂર્તગાલી અને ઉર્દુનો સમાવેથ થાય છે. વિશ્વમાં બંગાળી ભાષા 6 ઠા સ્થાને, મરાઠી 14માં સ્થાને, તેલુંગુ 15 મું અને તામિલ ભાષા 17મું સ્થાન ધરાવે છે. પંજાબી 28 મું અને ગુજરાતી 29મું સ્થાન ધરાવે છે. જયાં જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. દુનિયામાં ખૂણે ખૂણે ગુજરાતીઓ વસ્યા છે. ગુજરાતીઓએ પોતાના કૌશલ્ય અને આવડત ઉપરાંત પોતાની સંસ્કૃતિ અને ભાષાને પણ વિદેશમાં જાળવી રાખી છે. આથી અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા, કેનેડા હોય કે આફ્રીકા ગુજરાતી બોલતો ગુજરાતી અચૂક મળી આવે છે.
વિદેશમાં રહીને પણ ગુજરાતીઓએ પોતાની માતૃભાષાને ભૂલ્યા નથી. વિદેશમાં રહીને પણ ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારના સાહિત્યનું સર્જન કર્યુ છે. વલ્ર્ડ લેંગ્વેજ ડેટાબેઝ એથનોલોગના 22માં સંસ્કરણમાં પણ જણાવવામાં આવ્યું હતું કે વિશ્વમાં 7111 ભાષા બોલાય છે જેમાંથી 23 ભાષાઓ એવી છે જે દુનિયાની અડધી વસ્તીને આવરી લે છે. આમાંની લગભગ 40 ટકા ભાષા એવી છે જેના અસ્તિત્વ પર સંકટ છે. એથનોલોગની 1951માં સ્થાપના થઇ હતી..ત્યાર પછી દુનિયામાં સૌથી બોલાતી ભાષા અંગેના ડેટા બેઝ બહાર પાડે છે. એથનોલોગ જે પ્રાચીન ભાષા છે પરંતુ બોલાતી નથી તેમનો પણ ડેટા બેઝ તૈયાર કરે છે.
દુનિયામાં ભાષા અને બોલનારા લોકોની સંખ્યા
અંગ્રેજી – 134 કરોડ
મંદારિન – 112 કરોડ
હિંદી – 60 કરોડ
સ્પેનિશ – 54.30 કરોડ
અરબી -27.40 કરોડ
બંગાળી -26.80 કરોડ
ફ્રેન્ચ 26.7 કરોડ
રશિયન – 25.80 કરોડ
પૂર્તગાલી – 25.80 કરોડ
ઉર્દુ – 23.1 કરોડ
ઇન્ડોનેશિયાઇ -19.90 કરોડ
જર્મન – 13.50 કરોડ
જાપાની -12.60 કરોડ
મરાઠી 9.90 કરોડ
તેલુગુ -9.60 કરોડ
તુર્કી – 8.80 કરોડ
તામિલ -8.55 કરોડ
યુ. ચીની -8.50 કરોડ
વૂ ચીની -8.20 કરોડ
કોરિયન – 8.20 કરોડ
વિયેતનામી 7.70 કરોડ
હોઉસા 7.50 કરોડ
ઇરાની ફારસી 7.40 કરોડ
ઇજીપ્ત 7.0 કરોડ
સ્વાહિલી 6.90 કરોડ
જાવાનીઝ 6.80 કરોડ
ઇટાલિયન -6.80 કરોડ
પંજાબી -6.5 કરોડ
ગુજરાતી -6.20 કરોડ
થાઇ -6.1 મિલિયન