Get The App

પોરબંદરથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે બન્યો સ્વર્ગ

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
પોરબંદરથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે બન્યો સ્વર્ગ 1 - image

Drugs Found In Porbandar: ગુજરાતનો દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હબ બની ગયો છે. ત્યારે ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)  અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)  દ્વારા સંયુક્ત ઑપરેશન દરમિયાન 700 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

મળતી માહિતી અનુસાર, પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઑપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બોટમાંથી 700 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે આઠ જેટલા ઈરાની શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.


ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ બન્યું

ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે. સાથે સાથે યુવાધન ડ્રગ્સના દૂષણમાં બરબાદ થઈ રહ્યું છે ત્યારે ગૃહવિભાગે દાવો કર્યો છે કે, પાડોશી દેશો ગુજરાતમાં માદક પદાર્થો ઘુસાડવાના ઇરાદા ધરાવે છે, પણ ગુજરાત પોલીસની સતર્કતાને લીધે બધું નાકામ થયું છે. છેલ્લાં એક જ વર્ષમાં ગુજરાતમાં રૂ.5640 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે અને 431 ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

પોરબંદરથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે બન્યો સ્વર્ગ 2 - image

આ પણ વાંચો: આજથી 869 વર્ષ પહેલાં દ્વારકા છોડી ડાકોર આવ્યા હતા રણછોડરાય, સવા લાખનો મુગટ ધરાવાશે


40 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું

આખા દેશમાં ગુજરાતનો દરિયા કિનારો જ એવો છે કે જ્યાંથી સાત વર્ષમાં 40 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એટલે કે પ્રતિદિન સરેરાશ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે. નશાખોરીના ગુજરાત મોડલને છતાં શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે. ગુનેગારો ગુના કરવામાં, દુષ્કર્મ આચરવામાં, નશાખોરી કરવામાં, ડ્રગ્સ વેચવામાં વ્યસ્ત છે. યુવા અને બાહોશ ગૃહમંત્રી શોબાજી અને સોશિયલ મીડિયામાં છવાઈ જવામાં વ્યસ્ત છે. લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે દરરોજ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તેની પોલીસને ખબર છે પણ ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોના માટે આવે છે, કોણ મોકલે છે અને ક્યાં જાય છે તેની ખબર નથી.

ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ

ડ્રગ્સની બદીને નાથવા માટે પૂરતી પોલીસ ફોર્સ પણ નથી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશના પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 196 પોલીસ જવાન હોવા જોઈએ. અત્યારે ગુજરાતમાં પ્રતિ લાખ માત્ર 117 પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. 

પોરબંદરથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે બન્યો સ્વર્ગ 3 - image

આ પણ વાંચો: 'ઉડતા ગુજરાત'! લોકજાગૃતિનો માત્ર દેખાડો, ડ્રગ્સ સામે લડતી 75 સંસ્થાની ગ્રાન્ટ સરકારે બંધ કરી


ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો

મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓનો ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે રાજ્યના 17 લાખ 35000 પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે 1 લાખ 85 મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. આ જ દર્શાવે છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે. 

પોરબંદરથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે બન્યો સ્વર્ગ 4 - image




Google NewsGoogle News