જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સુકા અને લાલ મરચાની 400 થી વધુ ભારીની આવક થઈ
Hapa Marketing Yard Jamnagar : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિન પ્રતિ દિન જુદી-જુદી જણસની આવક થઈ રહી છે, અને ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.
હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ સુકા મરચાની 400 ભારીની આવક થઈ હતી. જેમાં રેવા જાતિના મરચાંના 2800 થી 3,050 ભાવ બોલાવ્યો હતો. જ્યારે સાનિયા જાતિના મરચાના 2,400 થી 2700 રૂપિયાના ભાવે ભારીના સોદા થયા હતા.
ઉપરાંત કડી કાબરા મરચાના 500 થી 1,200 રૂપિયાના ભાવે શોદા થયા હતા. હજુ માર્કેટિંગ યાર્ડમાં ધીમે ધીમે લાલ મરચાની આવક શરૂ થઈ રહી છે, અને ખેડૂતોને સારી જાતના મરચામાં ઊંચા ભાવ મળી રહ્યા છે.