Get The App

સુરતમાં ૪૦ હજારથી વધુ બાળકો માનસિક તકલીફ પીડાય છે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
સુરતમાં ૪૦ હજારથી વધુ બાળકો માનસિક તકલીફ પીડાય છે 1 - image


- આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે

- મોબાઈલ ફોન, કોમ્પ્યુટર કે ઇન્ટરનેટનો અતિરેકથી માનસિક બિમારી થઇ શકે : બાળકોમાં વધતી બિમારી અંગે વાલીઓએ જાગૃત થવું જરુરી

-  સિવિલમાં વર્ષ ૨૦૨૨માં માનસિક બિમારીની ઓપીડીમાં ૫૩,૪૯૪ દર્દી, ૮૬૩ને દાખલ કરાયા

   સુરત, :

માનસિક સ્વાસ્થ્ય એ દરેક માવનો મુળભુત માનવ અધિકાર છે. ના સુત્રોથી આ વર્ષે ૧૦ ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજણવી કરવામાં આવશે. જોકે સુરતમાં અંદાજીત ૪૦ હજારથી વધુ બાળકો માનસિક તકલીફ પીડાઇ હશે. જેથી તેના માનવ અધિકારનું ધ્યાન  રાખવુ જોઇએ.

સ્મીમેર હોસ્પિટલના માનસિક રોગ વિભાગના વડા ડો. પરાગભાઇ શાહે કહ્યુ કે ઝીરો થી ૧૫ વર્ષના બાળકો અભ્યાસ દરમિયાન કે કોઇ કારણસર માનસિક તકલીફથી પીડાય છે. સુરતમાં અંદાજીત ૪૦ હજાર બાળકો વિવિધ પ્રકારની માનસિક તકલીફ છે. એડીએચસી એટલે બેધ્યાનપણું અને અતિચંચળતાની તકલીફ ૬ ટકા, ડિપ્રેશન ૨-૮ ટકા, ચિંતારોગ  ૪-૨૦ ટકા, વર્તણૂકની બીમારી ૨-૮ ટકા, વ્યસન ૧૨.૫ ટકા, ઇન્ટરનેટ એડિકશન ૨.૫ ટકા, ભણતરને લગતી માનસિક સમસ્યાઓ જેવી કે લનગ ડિસઓર્ડર ૫ ટકા જોવા મળેલ છે. બાળકોમાં વધતી જતી માનસિક બીમારીઓ વિશે વાલીઓએ જાગૃત થવું જરૃરી છે. માનસિક બીમારીઓને ઉંમર, જાતિનો બાધ હોતો નથી. વૈજ્ઞાાનિક સંશોધનો મુજબ ભારતમાં બાળકો અને કિશોરોમાં આશરે ૬ ટકા બાળકોમાં એક યા બીજા પ્રકારની માનસિક બીમારીઓ જોવા મળે છે એવુ સ્મીમેરના ડો. નિધી દોશી અને ડો.ફાલ્ગુની ચૌધરીએ જણાવ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગ વિભાગમા  રોજ ૨૫૦ જેટલા દર્દીઓ આવે છે. વર્ષ-૨૦૨૨માં કુલ ૫૩,૪૯૪ ઓપીડી થઇ હતી, ૮૬૩ને દાખલ કરી સારવાર અપાઇ હતી. ખાસ કરીને ૧૫થી ૨૫ વર્ષના યુવા અને વિદ્યાર્થીઓમાં દેખાદેખી, લકઝરી લાઇફની મહેચ્છા, સોશિયલ મિડીયાના વધુ પડતા ઉપયોગે લીધે હતાશા કે ડિપ્રેશન આવે છે. આ સમસ્યામાંથી તેમને બચાવવા વાતો કરીને મનોચિકીત્સક પાસે મોકલવા જોઇએ એમ માનસિક રોગ વિભાગના વડા ડા.તમ્ભરા મહેતાએ જણાવ્યુ હતું.  માનસિક સમસ્યાનો ભોગ બનવા છતા લોકો ડોકટર પાસે જઇને સારવાર લેતા ખચકાય છે.

 - બાળકોમાં માનસિક અસ્વસ્થતાના લક્ષણો

પરીક્ષાના પરિણામમાં ઓચિંતો ઘટાડો, સ્કૂલે જવાની આનાકાની, ભણવામાં એકાગ્રતા અને ધ્યાનનો અભાવ, વારંવાર નાની નાની વાતમાં રડવું, ખૂબ ઉદાસ રહેવું, વાતે વાતે અકળાઈ જવું કે ગુસ્સો કરવો, મોબાઈલ ફોન કોમ્પ્યુટર કે ઇન્ટરનેટનો અતિરેક, બીજા બાળકો જોડે હળવા મળવા કે રમવાની આનાકાની, વાતે વાતે છેડાઈ જવું તથા ગુસ્સો કરવો, શરીરમાં અલગ અલગ પ્રકારની તકલીફો થવી જેનો કોઈ દેખીતું શારીરિક કારણ ના હોય આપઘાત કે મૃત્યુ વિશે વાતો કરવી.

 - શું ન કરવું

બાળકો પર દબાણ આપવું,બાળકોની વારંવાર ટીકા કરી સલાહ સુચન આપવું, કઠોર શબ્દ પ્રયોગ કરવો, વારંવાર દોષ આપવો, સજાના ભાગરૃપે રમતગમતમાં ભાગ લેવા ના દો.

 - શું કરવું

બાળકને ખુલ્લા મનથી વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરવું, બાળકને ધ્યાનપૂર્વક સમય આપીને સાંભળો,બાળકોમાં જોવા મળતી સામાન્ય માનસિક સમસ્યાઓની જાણકારી રાખો,પરિસ્થિતિનો પડકાર તથા સામનો કરવાની ક્ષમતા બાળકોમાં કેળવો, બાળકોને રિલેક્સેશન શીખવાડી શકાય, બાળકોના પ્રયત્નને બિરદાવો, મોબાઈલ, ટીવી જેવા ઉપકરણોના ઉપયોગનો સમય મર્યાદિત રાખવો, જરૃર પડે તો

નિણાંત ડોક્ટર ની મદદ લેવી.


Google NewsGoogle News