ગુજરાતના 4.94 કરોડથી વધુ નાગરિકો ઘડશે ઉમેદવારોનું ભાવિ, જેમાં 10 હજાર કરતા વધુ શતાયુ મતદારો

લોકસભામાં 11.32 લાખથી વધુ યુવા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે

કુલ 50677 મથકોમાંથી 25 હજારમાં લાઇવ વેબ કાસ્ટિંગ

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
ગુજરાતના 4.94 કરોડથી વધુ નાગરિકો ઘડશે ઉમેદવારોનું ભાવિ, જેમાં 10 હજાર કરતા વધુ શતાયુ મતદારો 1 - image
Image : pixabay

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીના પડધમ વાગવાના શરૂ થઇ ગયા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર થયા પ્રમાણે ગુજરાતમાં કુલ 4,94,49,469 મતદારો છે જે પૈકી 18થી 19 વર્ષની વયના 11,32,880 યુવા અને 10,322 શતાયુ મતદારો નોંધાયેલા છે. રાજ્યના 50677 પૈકી 50 ટકા એટલે કે 25000 જેટલા મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મતદાન મથકોમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે તમે મતદાન મથકોમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે. રાજ્યમાં 87042 બીયુ, 71682 સીયુ અને 80308 WPAT મશીનો રાખવામાં આવશે. માત્ર મહિલા સંચાલિત હોય તેવા 1274 સખી અને 182 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો હશે. ચૂંટણી પંચના આદેશ પ્રમાણે 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો તેમજ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારોને હોમ હોમ વોટીંગની સુવિધા આપવામાં આવશે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી- વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.'

રાજ્યમાં મતદારોની સંખ્યા

જાન્યુઆરી ૨૦૨૪માં પ્રસિદ્ધ થયેલી આખરી મતદાર યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 4,94,49,499 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 85 વર્ષથી વધુ વયના 424162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,322 મતદાર શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી 18થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.

33,475 ગ્રામ્ય મતદાન કેન્દ્ર

રાજ્યમાં કુલ 50,677 મતદાન મથકો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 17,202 મતદાર મથકો આવેલા છે. રાજ્યના કુલ 29,568 મતદાન મથક સ્થળો પૈકી 23, 252 મતદાન મથક સ્થળો ગ્રામ્યવિસ્તારોમાં તથા 6,316 મતદાર મથક સ્થળો શહેરી વિસ્તારોમાં છે. રાજ્યમાં 110 મતદાન મથકો એવા છે, જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે ત્યાં હાલમાં પૂરક મતદાનમથક બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી દરમ્યાન પ્રત્યેક વિધાનસભા મતવિસ્તારમાં એક મથકને આદર્શ બનાવાશે.

મહિલા અને યુવા સંચાલિત મથકો

ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા ગુજરાતમાં દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ઓછામાં ઓછા સાત મતદાન મથકોની મહિલા સંચાલિત એટલે કે ‘સખી મતદાન મથકદ તરીકે રચના કરવામાં આવશે. ગુજરાતમાં આવા 1,274 સખી મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર વગેરે તરીકે માત્ર મહિલા અધિકારીઓ ફરજ બજાવશે, જ્યારે પ્રત્યેક જિલ્લામાં એક છ મતદાનને યુવા સંચાલિત મથક બનાવાશે.

ગુજરાતના વિશિષ્ટ મતદાન મથકો

ગીર સોમનાથ જિલ્લાના બાણેજ ખાતે માત્ર એક મતદાર માટે મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના આલિયાબેટ ટાપુ ખાતે 217 મતદારો માટે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મતદારોને મતદાન કરવા બસમાં 82 કિલોમીટર જેટલી મુસાફરી કરવી પડતી હતી.

પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન 

ચૂંટણી ફરજ પર રોકાયેલા હોય અને તેના કારણે પોતાના મતદાન મથકમાં મતદાન કરી શકે તેમ ન હોય તેવા ચૂંટણી ફરજ પર નિયુક્ત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તથા જાહેર સેવકોને પોસ્ટલ બેલેટ/ઈધભ દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.

ચૂંટણીલક્ષી કામગીરી માટે સ્ટાફ લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે

વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ-1 કર્મચારીઓ આવરી લઈ અંદાજે 4,50,00નો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં 55,800થી વધુ પ્રિસાઈડિંગ આફિસર્સ, 1.67 લાખથી વધુ પોલીંગ આફિસર્સ, 6,300થી વધુ સેક્ટર આફિસર અને 5,200થી વધુ માઈક્રો ઓબ્સર્વર્સ સહિતના અધિકારીઓ- કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુમાં રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે 1.20 લાખ પોલીસ દળ ઉપલબ્ધ છે.

લાઈવ વેબ કાસ્ટિંગ

ભારતના ચૂંટણી પંચ દ્વારા કુલ મતદાન મથકો પૈકીના 50 ટકા મતદાન મથકોનું મતદાનના દિવસે લાઈવ વેબકાસ્ટીંગ કરવાની સૂચના છે. ગુજરાતમાં આશરે 25,000થી વધુ મતદાન મથકો ખાતેથી વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. આ મતદાન મથકોએ જિલ્લા ચૂંટણી અધિકારીના નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાએ અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગરમાં પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. જ્યાં મતદાનના દિવસે મોક પોલથી શરૂ કરીને મતદાન સંપૂર્ણ થાય ત્યાં સુધીની તમામ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવશે.

ઘરે બેઠા મતદાનની સુવિધા 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ

નાગરિકો તથા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટદ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં 80થી વધુ વયના મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તેવી જોગવાઈ હતી અને તેમાં હવે સુધારો કરાયો છે.

ગુજરાતના 4.94 કરોડથી વધુ નાગરિકો ઘડશે ઉમેદવારોનું ભાવિ, જેમાં 10 હજાર કરતા વધુ શતાયુ મતદારો 2 - image

ગુજરાતના 4.94 કરોડથી વધુ નાગરિકો ઘડશે ઉમેદવારોનું ભાવિ, જેમાં 10 હજાર કરતા વધુ શતાયુ મતદારો 3 - image


Google NewsGoogle News