ફરજીયાત હેલ્મેટની ઝુંબેશ : વડોદરામાં સરકારી અને પોલીસના 30થી વધુ કર્મચારી હેલ્મેટ વિના ઝડપાયા
Vadodara Helmet Drive : રાજ્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત પણે હેલ્મેટ પહેરવી એવો એક પરિપત્ર રાજ્ય પોલીસ વડાએ જાહેર કર્યો છે. આ અંગે શહેર પોલીસે કાયદાનો અમલ પોતાના ઘરથી જ એટલે કે શહેર પોલીસ કમિશનર કચેરીથી જ શરૂ કર્યો છે. શહેર પોલીસ કમિશનર કચેરી બહાર ખાતા દ્વારા ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવાઇ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવા અંગે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને જણાવાયું હતું. પરિણામે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે તમામ ટુ વ્હીલર ચાલક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત પણે હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત પણે કરવાનો રહેશે. શહેરની વિવિધ સરકારી કચેરીઓ બહાર ઠેક ઠેકાણે તંત્ર દ્વારા ટ્રાફિક પોલીસ ગોઠવી દેવાઈ છે. શહેર પોલીસ કમિશનર ભવન બહાર પણ ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવાઈ છે.
આવી જ રીતે શહેરના તમામ પોલીસ સ્ટેશન સહિત વિવિધ પોલીસ ચોકીઓ પર પણ ટ્રાફિક પોલીસ ગોઠવી દેવામાં આવી છે. આવી રીતે રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ ગોઠવાયેલી ડ્રાઇવથી શહેરમાં બપોરે 12 વાગ્યા સુધીમાં વિવિધ પોલીસ સ્ટેશનો સહિત પોલીસ ચોકીઓએ પોલીસ ખાતાના કેટલાક કર્મીઓ હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવીને ફરજ ઉપર આવતા રંગે હાથ પકડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, વિવિધ વિસ્તારમાં ડ્રાઇવ દરમિયાન કુલ 30 જેટલા સરકારી કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ સહિત અન્ય વાહન ચાલકો હેલ્મેટ વિના પકડાયા હતા. જેમની પાસેથી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્ય પોલીસ વડાએ જાહેર કરેલા પરિપત્રના અનુસંધાનમાં આજે પોલીસ ભવન સહિત કલેકટર કચેરી શહીત કુબેર ભવન અને નર્મદા ભવન ખાતે પણ સરકારી કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ તથા અન્ય હેલ્મેટ વિનાના વાહનચાલકોને રોકી પોલીસે મેમો ફટકાર્યા હતા.કલેક્ટર કચેરીથી પોલીસ વડાના સૂચન મુજબ હેલ્મેટ અંગેની ડ્રાઇવ આજે શરૂ કરાઈ છે. જો ટુ વ્હીલર ચાલક હેલ્મેટ ન પહેરે તો આકસ્મિક રીતે થતા અકસ્માતમાં કેટલીયવાર નિર્દોષ ચાલકનો ભોગ બને છે અને પરિણામે તેના પરિવારજનોને કારમો ઘા સહન કરવો પડે છે.