Get The App

સુરતમાં કમોસમી વરસાદના લીધે 24થી વધુ વૃક્ષ ધરાશયી

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
સુરતમાં કમોસમી વરસાદના લીધે 24થી વધુ વૃક્ષ ધરાશયી 1 - image


- પાલ ભાઠા ખાતે પાર્કિગનો સેડ ધસી પડતા 7 ફોર વ્હીલ અને 5 બાઈકને નુકસાન, વૃક્ષ તૂટી પડતા બે કાચા મકાન દબાયા

 સુરત :

સુરત સહિતના વિસ્તારોમાં આજે રવિવારે વહેલી સવારથી કમોસમી વરસાદ પવન સાથે પડયો હતો જેના લીધે શહેરમાં વિવિધ વિસ્તારમાં ૨૪ થી વધુ વૃક્ષ અને વૃક્ષની ડાળી તૂટી પડતા ભાગદોડ થઈ જવા પામી હતી. જ્યારે વરસાદમાં લીધે પાલ - ભાઠા ખાતે બે પાર્કિગના શેડ ધસી પડતા  ૭ ફોર વ્હીલ અને પાંચ બાઈક દબાતા વધુ નુકસાન થયું હતું. જયારે ભાઠાગામાં ઝાડ પડતા બે કાચા મકાનમાં ભારે નુકશાન થયુ હતુ.

સુરતમાં કમોસમી વરસાદના લીધે 24થી વધુ વૃક્ષ ધરાશયી 2 - image

ફાયર બ્રિગેડ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ પાલ ભાઠા રોડ ગ્રીન સિટી હાઇટ્સ ખાતે વાહન પાર્કિગ કરવા માટે બનાવેલા સેડ નીચે ૧૫ જેટલી ફોર વ્હિલ અને ૨૦ જેટલી બાઇક પાર્ક કરેલી હતી. જોકે આજે રવિવારે સવારે જોરદાર વરસાદ પડવાના લીધે લોંખડના બનાવેલા પાર્કિગ સેડ અચાનક ધસી પડતા વાહનો દબાઇ ગયા હતા. જેથી ત્યાંના હાજર લોકોનાં નાસભાગ થઇ ગઇ હતી. કોલ મળતા ફાયર લાશ્કરો ત્યાં પહોચીને બે કલાક સુધી કામગીરી કરીને સેડ નીચે દબાઇ ગયેલા વાહન બહાર કાઢયા હતા. જોકે ફાયર પહોચે તે પહેલા ધણા વાહને સ્થાનિક લોકો બહાર કાઢી લીધા હતા. જોકે ૭ ફોર વ્હીલ અને ૫ બાઈકને વધુ નુકસાન થયુ હોવાનું ફાયર ઓફિસર કિર્તી મોડે કહ્યુ હતું. આ સાથે ભાઠાગામમાં  જલારામ મંદિર પાસે આજે સવારે વરસાદના પગલે ઝાડ તુટીને બે કાચા મકાન પડયુ હતુ. જોકે સદનસીબે ધરમાંથી લોકો બહાર નીકળી ગયા હોવાથી બચી ગયા હતા. જોકે  એક મકાનમાં ધરવકરી સહિત મોટાભાગનું નુકશાન થયુ હતુ અને બીજા મકાનમાં ઓછુ નુકશાન થયુ હોવાનું ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું. આ ઉપરાંત ભટાર ચાર રસ્તા પાસે શિવ મંદિર નજીક ઝાડ પાર્ક કરેલી કાર પડયુ હતુ. અડાજણમાં હનીપાર્ક રોડ લાઇબ્રેરી પાસે ઝાડ તુટીને બે બાઇક પર પડતા દબાઇ જતા નુકશાન થયુ હતુ. જયારે સુરતમાં આજે વહેલી સવારેથી સાંજ સુધીમાં ૨૪ થીવધુ ઝાડ તટી પડયા હતા. જેમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં ૧૪, અઠવામાં ૩, કતારગામમાં ૩, લિંબાયતમાં ૧, ઉધનામાં ૧, વરછામાં ૧ અને સેન્ટ્રલ ઝોનમાં ૧ ઝાડ પડતા ફાયરજવાનો આખો દિવસ કામગીરી માટે દોડતા રહ્યા હતા.


Google NewsGoogle News