Get The App

આણંદ જિલ્લામાં 2.50 લાખથી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
આણંદ જિલ્લામાં 2.50 લાખથી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા 1 - image


- પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત

- 1001 બૂથ ઉપર અને ડોર ટુ ડોર સર્વે કરી 3 દિવસ દરમિયાન રસી પીવડાવાઇ

આણંદ : આણંદ જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત ગત રવિવારથી મંગળવાર દરમિયાન ૧૦૦૧ બૂથ ઉપર જિલ્લાના ૦થી પ વર્ષના ૨,૫૦,૨૫૦ બાળકોને પોલિયોની રસીના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા. 

આણંદ જિલ્લામાં ૧૦૦૧ બૂથ ઉપર ૨૦૦૨ ટીમના ૪૫૧૬ સભ્યો અને ૨૦૦ સુપરવાઈઝરોએ ગત તા.૮થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ૦થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે જિલ્લામાં ૨.૨૪ લાખ બાળકોને રસી પીવડાવવામાં આવી હતી. બાદમાં ડોર ટુ ડોર સર્વે કરીને બાકીના બાળકોને રસી પીવડાવી ૧૦૦ ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. જેમાં આણંદ તાલુકામાં ૭૪૧૫૯ બાળકો, આંકલાવમાં ૨૧૯૩૩, બોરસદમાં ૪૫૮૦૨, ખંભાતમાં ૩૪૧૯૯, તારાપુરમાં ૧૦૫૪૨, પેટલાદમાં ૨૯૮૦૧, સોજિત્રામાં ૮૭૧૬ અને ઉમરેઠમાં ૨૫૬૫૦ બાળકોને પોલિયોની રસી પીવડાવામાં આવી હતી. 


Google NewsGoogle News