Get The App

ગિરનારમાં યોજાઈ સાયકલ પરિક્રમા, રાજ્યની અનેક સાયકલ ક્લબના સભ્યોએ ભાગ લીધો

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
Girnar Cycle Rally


Girnar Cycle Rally In Junagadh : જૂનાગઢમાં રાજ્યની પ્રથમ ગિરનાર સાયકલ પરિક્રમા ગઈકાલે રવિવારે યોજાઈ હતી. અમદાવાદ ગ્રીન રાઇડર્સ સાયકલ ગ્રૂપ, ભાવનગર સાયકલ ક્લબ, ગોંડલ અને જૂનાગઢ સાયકલ ક્લબ દ્વારા યોજાયેલી ગિરનાર સાયકલ પરિક્રમામાં રાજ્ય સહિત અન્ય રાજ્યના સાયકલિસ્ટોએ પણ ભાગ લીધો હતો. જેમાં કુલ 150થી વધુ સાયકલિસ્ટો જોડાયા હતા. 

રાજ્યની પ્રથમ ગિરનાર સાયકલ પરિક્રમા યોજાઈ

જૂનાગાઢ ખાતે અમદાવાદ, ભાવનગર સહિતના સાયકલ ક્લબના સહયોગથી ગઈકાલે રવિવારના 6:00 વાગ્યે રાજ્યની પ્રથમ ગિરનાર સાયકલ પરિક્રમા યોજાઈ હતી. ભાવનગર સાયકલ ક્બલના ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, 'જૂનાગઢના સરદાર પટેલ દરવાજા ખાતેથી શરુ કરાયેલી યાત્રાનો રૂટ 75 કિલોમીટરનો હતો. જેમાં ભાવનગરના 10 સાયકલિસ્ટ જોડાયા હતા અને યાત્રા મેંદપરાથી વડી, છોટવણી, બિલખા, ખડિયા, ડુંગરપુર થઈને સાંજના લગભગ 5:30 વાગ્યે વિવેકાનંદ સ્કૂલ સુધી પૂરી કરી હતી.'

આ પણ વાંચો: ગુજરાતમાં આવતીકાલથી વધશે ઠંડી, હવામાન વિભાગની આગાહી

સાયકલ ક્લબના ફાઉન્ડર કલ્પેશસિંહે કહ્યું કે, 'સાયકલ યાત્રામાં જોડાનારા સાયકલિસ્ટોના સ્વાસ્થ્યને લઈને એક દિવસ પહેલા જ પ્રાથમિક તપાસ કરી હતી. સાયકલિસ્ટોને યાત્રા દરમિયાન નાસ્તાની સુવિધા માટે વ્હિકલ સપોર્ટ મેળવ્યો હતો. ગિરનાર સાયકલ પરિક્રમામાં ભાગ લેનારા સાયકલિસ્ટોને સર્ટિફિકેટ આપવામાં આવશે.' 



Google NewsGoogle News