Get The App

અંકલેશ્વર હાઇવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાતા 15થી વધુ ઇજાગ્રસ્ત, ટ્રકની ટક્કરે મહિલાનું મોત

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
અંકલેશ્વર હાઇવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાતા 15થી વધુ ઇજાગ્રસ્ત, ટ્રકની ટક્કરે મહિલાનું મોત 1 - image


Road Accident On Ankleshwar Highway: અંકલેશ્વર હાઇવે પર સતત અકસ્માતોની ઘટના વધતી જાય છે. અંકલેશ્વર નેશનલ હાઇવે લોહિયાળ બની ગયો છે. ત્યારે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાઇવે અર આવેલા અમલાખાડી બ્રિજ પર એક ખાનગી બસ અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી મારી ગઇ હતી, જ્યારે સરકારી બસ ખાડામાં ઉતરી ગઇ હતી. આ અકસ્માત 15 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીઓ સહિત 7ના મોત, પોલીસ કાફલો ઘટનાસ્થળે

બીજી તરફ અંકલેશ્વર હાઇવે પર અન્ય એક અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક પર સવાર મહિલાની નીચે પટકાતાં મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. જેના લીધે તેને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે બાઇક સવાર ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે આસપાસમાંથી સ્થાનિક લોકોનું ટોળું દોડી આવ્યું હતું અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. 


Google NewsGoogle News