ડામાડોળ વૈશ્વિક સ્થિતિને કારણે હીરા ઉદ્યોગમાં કામકાજોને વધુ ગંભીર અસરની ભીતિ
-સુરત સહિત મુંબઇ હીરાબજારમાં કામકાજ મર્યાદિત : દોઢ મહિનામાં 15 જેટલી પાર્ટી ઉઠતા અવિશ્વાસનું વાતાવરણ પણ સર્જાયું છે
સુરત
હીરા
ઉદ્યોગ માટે ઉદ્યોગ માટે દિવસે દિવસે સ્થિતિ વધુ વિકટ બની રહી છે. સુરતની સાથે
મુંબઈ હીરા બજારમાં કામકાજ ખૂબ જ મર્યાદિત થઈ ગયાં છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની
યુદ્ધને કારણે અસર આવશે. છેલ્લાં દોઢ મહિનામાં 10-15 પાર્ટીઓ ઉઠી
હોવાથી બજારમાં અવિશ્વાસનું વાતાવરણ છે.
ઇઝરાઇલમાં કામકાજ કરતાં ભારતીય વેપારીઓએ આમતો, છેલ્લાં બે અઢી વર્ષથી કામકાજ સમેટી લીધું છે. કારોબાર આટોપીને દુબઈ શિફ્ટ થઈ ગયાં છે, તો કેટલાંક મુંબઈ આવી ગયાં છે. ઘણાં સમયથી હીરા બજારમાં કામકાજો ઓછાં થઈ ગૂયા છે. તૈયાર માલ પંદર-વીસ ટકા તૂટી ગયાં મોટાભાગના બધાં જ નુકસાન કરી રહ્યાં છે.
હીરા બજાર સાથે સંકળાયેલાં વેપારી કે કારખાનેદાર બધાંને જ નુકસાન થયું છે. બજારમાં ખરીદી પણ નથી. માલ ખરીદ્યા પછી વધુ ભાવ તૂટશે એવો ડર સૌને સતાવે છે અને એક એવી આશંકા પણ છે કે માલ ખરીદ્યા પછી વેચાશે કે કેમ ? ભારે આ વિશ્વાસનું વાતાવરણ છે અને નુકસાની ગઈ હોવાથી, પેમેન્ટ ચૂકવવાની ક્ષમતા સુધ્ધાં નથી.
હાલની બજારની પરિસ્થિતિ ખૂબ ડામાડોળ હોવાથી અને નવી ખરીદી નહીં હોવાથી માલ વેચતાં પહેલાં ખૂબ જ કાળજી રાખવાની જરૃર છે એમ હીરા બજારના કીત શાહે વાતચીતમાં જણાવ્યું હતું. કોઈ પાર્ટી ભાવ કરતા 2-4 ટકા વધારે ચૂકવવાની વાત કરે તો, રોકડમાં કામકાજ કરવાનો આગ્રહ રાખવો. કેમકે પાછલાં થોડા દિવસોમાં ઉઠમણાંના ઘણાં કિસ્સાઓ બન્યાં છે.