જામનગરના ધ્રોલ પોલીસ મથકમાં દારૂનો ગુનો નોંધાયા બાદ મોરબીના બુટલેગરની પાસા હેઠળ અટકાયત
Jamnagar Liquor Crime : જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં મોરબીના એક દારૂના ધંધાર્થી સામે દારૂ અંગેનો કેસ કરવામાં આવ્યો હતો, જે કેસના સંદર્ભમાં આરોપીની પાસા હેઠળ અટકાયત કરી લઇ તેને સુરતની જેલમાં મોકલી અપાયો છે.
મોરબીમાં અનામિકા પાર્ક સોસાયટીમાં રહેતા ભાર્ગવ ઉર્ફે મોન્ટુ વલ્લભભાઈ રાવલ નામના શખ્સ સામે તાજેતરમાં ધ્રોલ પોલીસમાં દારૂ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જે દારૂના ધંધાર્થી સામે એલસીબીની ટીમ દ્વારા પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસ વડાને મોકલવામાં આવી હતી, અને ત્યાંથી જિલ્લા સમહર્તા સમક્ષ મુકાઈ હતી. જેમાં આજે મંજૂરીની મહોર લાગી ગઈ છે, અને દારૂના ધંધાથી ભાર્ગવ રાવલ સામે પાસાનું શસ્ત્ર ઉગમવામાં આવ્યું હતું. જેથી એલસીબીની ટુકડી દ્વારા તેની મોરબીમાંથી અટકાયત કરી લઈ સુરતની લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.