ગાંધીનગર કોર્પોરેશન આયોજિત શોકાંજલી સભામાં હર્ષ સંઘવી એક કલાક મોડા પડ્યા
અમદાવાદ,તા. 2 નવેમ્બર 2022,બુધવાર
મોરબી હોનારતમાં અંદાજે 150 લોકોએ જીવ ગુમાવ્યા બાદ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2જી નવેમ્બરે રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના દરેક શહેર-જિલ્લામાં ભાજપ અને તંત્રએ આજે શોકાંજલિ સભાનું આયોજન કર્યું છે.
મોરબી દુર્ઘટના માર્યા ગયેલા લોકો માટે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આયોજિત શ્રધાંજલિ કાર્યકમમાં ગાંધીનગર જિલ્લાના પ્રભારી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેવાના હતા. 11.30 કલાકના આ કાર્યક્રમમાં મનપાના 11 વોર્ડના કાઉન્સીલ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન, સહિત મનપા કમિશ્નર હાજર રહ્યાં હતા.
જોકે આ પ્રાર્થના સભામાં રાજ્યના ગૃહમંત્રી મોડા પહોંચ્યા હતા. અહેવાલ અનુસાર શોકાંજલિ સભામાં સંઘવી એક કલાક મોડા પોહચ્યા હતા. આ કાર્યકમ 11.30 કલાકનો હતો પરંતુ તેઓ 12.35 આસપાસ આ સભામાં પહોંચતા કાર્યક્રમ સમય કરતાં મોડો શરૂ થયો છે.
આ પણ વાંચો : મોરબી પુલ હોનારત: મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આજે સમગ્ર ગુજરાતમાં શોક