Get The App

પેલેસ્ટાઈનના ઝંડા બાઈક પર લગાવીને ફરતા મોરબીના યુવકોનો વીડિયો વાયરલ, SPએ કહ્યું- 'તપાસ ચાલી રહી છે'

Updated: May 11th, 2024


Google NewsGoogle News
પેલેસ્ટાઈનના ઝંડા બાઈક પર લગાવીને ફરતા મોરબીના યુવકોનો વીડિયો વાયરલ, SPએ કહ્યું- 'તપાસ ચાલી રહી છે' 1 - image

Palestine Flag Video viral : છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. ત્યારે યુદ્ધમાં બંન્ને દેશોના સમર્થનમાં અનેક લોકોએ રેલીઓ કાઢી હતી. જેમાં ગુજરાતમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં ઝંડો લઈને નીકળેલા કેટલાક તત્વોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પેલેસ્ટાઈનના સમર્થનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બાઈક પર પેલેસ્ટાઈનના ઝંડા લગાવીને કેટલાક યુવકો ફરતા નજરે પડી રહ્યા છે. ત્યારે હવે આ મામલે મામલે SP રાહુલ ત્રિપાઠીએ કહ્યું કે, વાયરલ વીડિયો મામલે ટીમ તપાસ કરી રહી છે. યુવકો મોરબીના હોવાનું સામે આવ્યું છે અને વીડિયો કચ્છમાં બનાવ્યો હોવાની માહિતી મળી છે.

પેલેસ્ટાઈનના ઝંડા બાઈક પર લગાવીને ફરતા મોરબીના યુવકોનો વીડિયો વાયરલ, SPએ કહ્યું- 'તપાસ ચાલી રહી છે' 2 - image

અગાઉ જામનગરમાં પેલેસ્ટાઈનને સમર્થન કરતો વીડિયો સામે આવ્યો હતો

જામનગરમાં પણ કેટલાક તત્વો દ્વારા પેલેસ્ટાઈન સમર્થમાં રેલી કાઢી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં વિધર્મી યુવકોએ પોતાના વાહન પર પેલેસ્ટાઈનનો ઝંડો લગાવ્યો હતો. જોકે આ મામલે પોલીસે કાર્યવાહી પણ કરી હતી. પોલીસે વાહનો જપ્ત કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

તો ગુજરાતમાં આ પહેલી ઘટના નથી. તાજેતરમાં પણ રાજકોટમાં આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યાં ઈઝરાયલના વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા હતા. રસ્તા પર કચડાય તે રીતે ઈઝરાયલના ઝંડાના પોસ્ટર લગાવાયા હતા. જોકે સમગ્ર બાબતને લઈને પોલીસે 4 શખ્સોની અટકાયત કરીને પૂછપરછ કરાઈ હતી. 


Google NewsGoogle News