સુશેન સર્કલ રોડ પર મોપેડ ચાલકને એટેક આવતા મોત
એટેક આવતા મોપેડ સ્લિપ થઇ જતા ગંભીર ઇજા થઇ હતી
વડોદરા,સુશેન સર્કલથી માણેજા તરફ જવાના રસ્તા પર આધેડ વયના ચાલકને હાર્ટ એેટેક આવતા મોપેડ સ્લિપ થઇ જતા ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું.
નવાપુરા આર.વી.દેસાઇ રોડ પર મન મંદિર કોમ્પલેક્સમાં રહેતા ૪૬ વર્ષના દલપતજી પૂનમજી સોની ગઇકાલે બપોરે મોપેડ લઇને નીકળ્યા હતા. સુશેન સર્કલથી માણેજા તરફ જવાના રોડ પર નોવિનો કંપનીની સામે અચાનક એટેક આવતા મોપેડ સ્લિપ થઇ જતા તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. સ્થળ પરથી કોઇએ તેમના પુત્ર મનોજને અકસ્માતની જાણ કરતા મનોજ અને તેનો પિતરાઇ ભાઇ સ્થળ પર દોડી ગયા હતા. તેઓ ઇજાગ્રસ્તને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. બનાવ અંગે માંજલપુર પોલીસે મરનાર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.