ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, જુઓ આંધી-વંટોળ વિશે શું કહ્યું

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, જુઓ આંધી-વંટોળ વિશે શું કહ્યું 1 - image
Image Twitter 

Ambalal Patel on Gujarat Monsoon : સમગ્ર દેશ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યો છે. મોટાભાગના રાજ્યોમાં તાપમાનનો પારો 40 ઉપર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. અને દરેક લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી છે. 

6 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ

અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે, 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. તેમજ અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 30 કિલોમીટર સાથે આંધી વંટોળ (Dust Storm) રહેવાની શક્યતા છે. તો 6 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં (Rohini Nakshatra) ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.

7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ 

આ ઉપરાંત કેરળમાં બેસતું ચોમાસુંં આગામી 3 દિવસોમાં આગળ વધવાની શક્યતા છે. તેમજ આગામી 7 જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રિ મોન્સૂનની એક્ટિવ થતાં 10 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. અને 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસુંં પહોંચવાની શક્યતા રહેલી છે. તા 7થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 8 જૂને અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થવાની શક્યતા છે. તો 18થી 20 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું વરસાદ ભારે પવનો અને વીજળીના કડાકા સાથે રહે તેવી સંભાવના રહેલી છે. 

ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુંં બેસશે: હવામાન વિભાગ 

જો કે, હવામાન વિભાગની આગામી પ્રમાણે આવનારા સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ રાજ્યમાં પવન ફૂંકાશે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ 25 -30 km ની ઝડપે પવન ફૂંકાશે. કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસુંં બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુંં બેસશે. હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરાવાયો છે. 

આ પણ વાંચો: નૈઋત્ય ચોમાસુંં આગળ વધતા હવે દેશભરમાં ભેજવાળા પવન ફૂંકાશે, ગરમીમાં રાહત મળશે



Google NewsGoogle News