Get The App

વડોદરાના વાઘોડિયામાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો, ઘરમાં ઘૂસી જઈ લોકોને બચકા ભરતો

Updated: Apr 5th, 2025


Google News
Google News
વડોદરાના વાઘોડિયામાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો, ઘરમાં ઘૂસી જઈ લોકોને બચકા ભરતો 1 - image


Waghodia News: વડોદરાના શ્રીપોર ટીબે ગામે છેલ્લા કેટલાક દિવસથી કપિરાજે આતંક મચાવ્યો હતો. આખુ ગામ માથે લઇ લોકોની પાછળ કરડવા દોડતા કપિરાજ આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. કપિરાજના ત્રાસથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા હતા. જેથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આખરે કપિરાજને પાંજરે પુર્યો હતો. જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

કેવી રીતે પકડાયો કપિરાજ?

શ્રીપોર ટીબે ગામમાં છેલ્લા ઘણા દિવસથી કપિરાજે આતંક મચાવ્યો હતો. કપિરાજના ત્રાસના લીધે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. બાળકો તો ડરના માર્યા બહાર રમવા પણ નીકળી શકતા નહોતા. ગામના લોકોએ આ બાબતે સરપંચને ફરિયાદ કરી હતી, કપિરાજના આતંકની અનેક ફરિયાદ આવતા આખરે આજે (શનિવારે) સરપંચે સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના યશ તડવી થકી વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગ દ્વારા કપિરાજને પકડવા માટે ગામમાં પાંજરું ગોઠવ્યું હતું. વન વિભાગના અધિકારી ધ્રુપલભાઈને સાથે રાખી આકરી મહેનત બાદ કપિરાજને રેસ્ક્યુ કરી પાંજરે પુરવામાં આવ્યો હતો. તોફાની કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. 


Tags :