લાઇસન્સ ન હોવા છતાં 10% ના ધીરાણનો ધંધો કરતો વ્યાજખોર : વેપારીએ પત્નીના સિઝેરિયન માટે વ્યાજખોર પાસેથી 30 હજાર લીધા
Vadodara Vyajkhor Case : વડોદરા ગોત્રી વિસ્તારમાં વોર્ડ નંબર 11 ની ઓફિસ પાસે નાસ્તા હાઉસની દુકાન ચલાવતા વેપારીને વ્યાજખોરે 30,000 રૂપિયા 10% વ્યાજે આપ્યા હતા. જેનું છ મહિના સુધી વ્યાજ ચૂકવ્યા બાદ નહીં અપાતા વ્યાજખોર સસરા જમાઈએ ધમકી આપવાની શરૂ કરી હતી. ઉપરાંત ચાર ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ પણ કર્યો હતો. ત્યારબાદ પણ ધમકી આપતા વેપારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી ભક્તિનગર સોસાયટીમાં રહેતા મહાદેવભાઈ રાજુભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે કે કોર્પોરેશનના વોર્ડ નં.11 પાસે હરીઓમ નાસ્તા હાઉસની દુકાન ચલાવી વેપાર કરૂ છું. નવેમ્બર-2021માં મારી પત્નિ મોહીનીને ડીલીવરી થવાની હોવાથી મારી સાસરીમાં લુણાવાડા મુકામે ગયો હતો. જે ડીલવરી સિઝર ઓપરેશન કરીને કરવાની હોઈ જેથી મારે દવાખાના ખર્ચ માટે રૂ.30 હજારની જરૂર હોવાથી મેં માણેકભાઈ કચરાદાસ પટેલ (રહે-રાધેશ્યામ સોસાયટી ગોત્રી) પાસેથી રૂ.30 હજાર હજાર રોકડા લીધા હતા અને જે પેટે માણેકભાઈએ મારી પાસે 10 ટકા વ્યાજ લેવાનું નક્કી કર્યુ હતું. તે મુજબ હું તેઓને દર મહીને રૂપીયા 3 હજાર રોકડા આપતો હતો. જે વ્યાજ મેં છ મહીના સુધી આપ્યુ હતું અને તે બાદ મારી આર્થિક સ્થિતિ સારી ના હોવાથી મેં તેઓને વ્યાજ આપવાનુ બંધ કરી દીધુ હતું. ત્યારબાદ માણેકભાઈ પટેલ મારી નાસ્તાની દુકાને આવી મને વ્યાજની ચુકવણી કરવા દબાણ કરતા હતા અને ગાળો બોલી ધમકીઓ આપતા હતા. રૂ.30 હજારની સિક્યોરીટી પેટે કોરા ચેકો આપવા દબાણ કરતા હતા. મેં તેઓને 12 કોરા ચેકો આપ્યા હતા. જે પૈકી બેંકના જે નટુભાઈ સર્કલ વડોદરાના 3 કોરા ચેકો તથા ઈડિયટસ સ્મોલ ફાઇનાન્સ બેંક, માંજલપુર વડોદરાના 6 કોરા ચેક તથા રાજકોટ નાગરીક સહકારી બેંકના 3 ચેકો મળી કુલ 12 ચેકો માણેકભાઈને આપ્યા હતા. તેમ છતાં માણેકભાઈએ એક પ્રોમેસરીનોટમાં જબરદસ્તી મારી પાસે મારા અંગુઠાનું નિશાન લીધેલ હતું. અવાર-નવાર મારી પાસે વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા હતા. જેથી મેં તેઓને મારી સગવડ થશે એટલે તમારા પૈસા આપી દઈશ એમ કહ્યું હતું, તેમા છતા છ મહીના બાદ મેં આપેલા 12 ચેકોમાંથી રાજકોટ નાગરીક સહકારી બેંકના બે ચેક તથા ઇક્વિટસ સ્મોલ ફાઈનાન્સ બેંક, માંજલપુર વડોદરાનો એક કુલ ત્રણ ચેકો બાઉન્સ કરાવી મહેસાણા ખાતે કોર્ટમાં મારા વિરુધ્ધમાં ફરીયાદ કરતા મેં માણેકભાઈ પટેલને કહ્યું કે મારા ચેકો બાઉન્સ કરાવી કેમ ફરીયાદ કરી મને શા માટે હેરાન કરો છો? ત્યારે માણેકભાઈ પટેલ મને કહેલા લાગ્યા કે હવે તને કોર્ટમાં જોઇ લઈશ. ત્યારબાદ માણેકભાઈ પટેલના જમાઈ હીરેનભાઈ ભરતભાઈ પટેલ મારા મોબાઈલ ઉપર ફોન ધમકી આપી હતી. માણેકભાઈ મને પ્રોમેસરી નોટ લેવા તથા વ્યાજના પૈસા ભરવા માટે મને દબાણ કરતા હતા અને ચેક બાઉન્સ કરાવાની ધમકીઓ આપી હતી પરંતુ ત્યારબાદ અમારી વચ્ચે સમાધાનની વાતચીત ચાલતી હોવાથી મેં જેતે સમયે ફરીયાદ કરેલી નહી પણ અમારી વચ્ચે સમાધાન થયેલ નહી. માણેકભાઈ કચરાદાસ પટેલ તથા હીરેનભાઈ ભરતભાઈ પટેલ પાસે નાણા ધીરાણ કરવાનું લાયસન્સ ન હોવા છતા મને 10 ટકાના વ્યાજે ગેરકાયદે ધંધો કરે છે.