હસમુખ પટેલનું સ્થાન ગ્રહણ કરશે મોના ખંધાર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક
Gujarat Subordinate Service Selection Board : ગુજરાત સરકાર દ્વારા નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ હવે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મોના ખંધાર ગુજરાતની 1996 બેચની ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે.
હસમુખ પટેલનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલ, (IPS), મેનેજીંગ ડિરેકટર, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગરને નિયુક્ત કરવામાં આવેલ હતાં. ગૃહ વિભાગ દ્વારા તેઓના તા.06/11/2024ના નોટીફીકેશન ક્રમાંક: IPS/102024/2257/B થી હસમુખ પટેલ મેનેજીંગ ડિરેક્ટર, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગરનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કર્યું છે.
હસમુખ પટેલનું સ્થાન લેશે મોના ખંધા
હવે હસમુખ પટેલ, (IPS), મેનેજીંગ ડિરેક્ટર, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગરનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર થતાં, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષની ખાલી પડેલી જગ્યાનો તેમજ સભ્યની જગ્યાનો હવાલો મોના ખંધાર, (IAS), અગ્ર સચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને તેમની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.
હસમુખ પટેલની ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે નિમણૂક
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. હસમુખ પટેલ ગુજરાતના 1993 બેચના વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી છે. તાજેતરમાં, તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક પહેલા, પટેલે પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તરીકે સેવા આપી હતી અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જેવા મહત્ત્વના હોદ્દા સંભાળ્યા હતા.