Get The App

ઓખા-બેટ દ્વારકાને જોડતાં 'સુદર્શન સેતુ'નું રવિવારે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ

યાત્રિકોની સુવિધા માટે 2.3 કિ.મી.નો આ બ્રિજ 979 કરોડના ખર્ચે બન્યો

જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 4153 કરોડના 11 કામોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ-ભૂમિપૂજન

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
ઓખા-બેટ દ્વારકાને જોડતાં 'સુદર્શન સેતુ'નું રવિવારે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ 1 - image


Sudarshan Setu: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની મુલાકાત દરમ્યાન 25મી ફેબ્રુઆરીને રવિવારે દ્વારકાને બેટ દ્વારકાથી જોડતા સુદર્શન સેતુ (સિગ્નેચર બ્રિજ)નું ઉદ્દઘાટન કરશે. આ સાથે તેઓ જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 4153 કરોડના 11 કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરશે.

પાંચ વિકાસકાર્યોનું લોકાર્પણ

દેવભૂમિ દ્વારકામાં સડક પરિવહન-રાજમાર્ગ મંત્રાલય તથા માર્ગ-મકાન વિભાગ, રેલવે તેમજ પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય હસ્તકના પાંચ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. જે અંતર્ગત દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા અત્યાધુનિક સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. 979 કરોડ રૃપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2.3 કિલોમીટર લંબાઇના બ્રિજની સાથોસાથ 2.45 કિમીનો એપ્રોચ રોડ અને પાકગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે.

રેલમાર્ગનું ઇલેક્ટ્રીફિકેશન

રેલવે વિભાગ દ્વારા રાજકોટથી ઓખા અને રાજકોટ-જેતલસર- સોમનાથ તેમજ જેતલસર-વાંસજાળીયા સુધી કુલ 533 રેલવે કિ.મી લંબાઇ રેલમાર્ગનું ઇલેક્ટ્રીફિકેશન કરવામાં આવ્યું છે. 676 કરોડ મૂલ્યના આ પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. એ ઉપરાંત પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય દ્વારા વાડીનારમાં બે ઓફશોર પાઇપલાઇન અને એક બોયનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું મૂલ્ય 1378 કરોડ છે.

વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ

જામનગરમાં કાલાવડ તાલુકાના છત્તર પાસે 52 કરોડના ખર્ચે નિર્મિત 12.5 મેગાવોટ ક્ષમતાના વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. ખેડૂતો અને ઉપભોક્તાઓને સસ્તા દરે વીજળી આપવામાં તેમજ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આ પ્રોજેક્ટ મદદરૃપ બનશે. 

ત્રણ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત 

આ કાર્યક્રમમાં ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનને પહોળી કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત થશે. 292 કરોડના ખર્ચે શરૃ થનારા આ પ્રોજેક્ટનો ફાયદો જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લાને મળશે. એની સાથે જામનગર શહેરમાં 107 કરોડના ખર્ચે ગટર વ્યવસ્થા માટેના ત્રણ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યારે 100 કરોડના ખર્ચે જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર નિર્માણનું ખાતમુહૂર્ત થશે.

એ ઉપરાંત જામનગરના સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં ખય્ઘ સિસ્ટમને સ્થાપિત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું મૂલ્ય રૃ. 569 કરોડ છે. આ સિસ્ટમની મદદથી પ્લાન્ટમાંથી થતા ઉત્સર્જનમાંથી સલ્ફર ડાયોક્સાઇડને ઘટાડી શકાશે જેથી પ્રદૂષણ નિયંત્રણમાં લાવી શકાશે. સુદર્શન સેતુના લોકાર્પણ પૂર્વે સુદર્શન ચક્ર બેટ દ્વારકા પહોંચ્યું ઓખાથી બેટ દ્વારકાના દરિયા વચ્ચે બનાવેલ સુદર્શન સેતુનું અગામી 25મીએ વડાપ્રધાન લોકાર્પણ કરશે. તેને અનુલક્ષીને સુદર્શન ચક્રનું સ્ટચ્યુ બેટ દ્વારકા ખાતે પહોંચ્યું હતું. હાલ આ સુદર્શન ચક્ર બેટ દ્વારકાના બ્રિજનાં પાકગ પાસે રાખવામાં આવશે.

ઓખા-બેટ દ્વારકાને જોડતાં 'સુદર્શન સેતુ'નું રવિવારે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ 2 - image


Google NewsGoogle News