Get The App

મોડાસા-માલપુર હાઈવે પર બે બસ વચ્ચે ગંભીર અકસ્માત, ત્રણના મોત 25થી વધુ ઈજાગ્રસ્ત

Updated: Jun 1st, 2024


Google News
Google News
મોડાસા-માલપુર હાઈવે પર બે બસ વચ્ચે ગંભીર અકસ્માત, ત્રણના મોત 25થી વધુ ઈજાગ્રસ્ત 1 - image


Road Accident in Aravalli: અરવલ્લી જિલ્લામાં મોડાસા-માલપુર હાઈવે પર એસ.ટી બસ અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં  ત્રણના મોત થયા છે અને 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બાઇક ચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો

મળતી માહિતી અનુસાર, ખાનગી બસમાં સવાર તમામ મુસાફરો જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે સાકરીયા બસ સ્ટેશન નજીક તેમની બસને અકસ્માત નડ્યો હતો. બાઇક ચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.  આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ તપાસ કરશે.

મોડાસા-માલપુર હાઈવે પર બે બસ વચ્ચે ગંભીર અકસ્માત, ત્રણના મોત 25થી વધુ ઈજાગ્રસ્ત 2 - image

Tags :
Road-AccidentAravalliModasa-Malupar-highwaybus

Google News
Google News