Get The App

ગિફ્ટ સિટીમાં ભૂકંપના આંચકા મોકડ્રિલથી કર્મચારીઓમાં દોડાદોડ

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
ગિફ્ટ સિટીમાં ભૂકંપના આંચકા મોકડ્રિલથી કર્મચારીઓમાં દોડાદોડ 1 - image


ગાંધીનગર શહેર નજીક ઉંચી ઇમારતો ધરાવતી

૨૮ મિનિટમાં ૧૭૦૦ કર્મચારીઓને બિલ્ડીંગમાંથી બહાર કાઢવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલી ગિફ્ટ સિટીમાં આજે ભૂકંપના આંચકા અને આગ સમયે કરવાની થતી બચાવ કામગીરી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગિફ્ટ સિટીની ફાયર બ્રિગેડ દ્વારા ૨૮ મિનિટમાં ૧૭૦૦ જેટલા કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢીને આ મોકડ્રીલને સફળ બનાવવામાં આવી હતી.

હાલમાં પાટનગર ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ઊંચી ઇમારતો આકાર પામી રહી છે ત્યારે અહીં આગ અકસ્માત કે ભૂકંપ જેવી ઘટનાઓ સંદર્ભે કેવી રીતના બચાવ કામગીરી કરવી તે માટે ફાયર બ્રિગેડ દ્વારા અવારનવાર મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે સવારના સમયે ગાંધીનગર શહેર નજીક આવેલી વૈશ્વિક ઓળખ ધરાવતી ગિફ્ટ સિટીના ટાવર વનમાં ભૂકંપના આંચકાની સાથે આગ લાગી હોવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં માત્ર ત્રણ મિનિટોમાં જ ગિફ્ટ સિટી ફાયર એન્ડ ઈમરજન્સી સવસના ચીફ ઓફિસર અમર પાંડે પોતાના કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઉપરાંત આપત્કાલીન સ્થિતિમાં કેઝયુલીટીમાં સમયસર મેડિકલ સારવાર મળી રહે એ રીસ્પોન્સ ચેક કરવા મોક ડ્રીલમાં એમ્બ્યુલન્સ પણ બોલાવી લેવાઈ હતી. બાદમાં ફાયર બ્રિગેડની ટીમે બિલ્ડીંગમાં ફસાયેલા કર્મચારીઓને સલામત રીતે બિલ્ડિંગની બહાર કાઢવાની શરૃઆત કરી હતી. ભૂકંપની સાથે બિલ્ડીંગના ઇલેક્ટ્રીક રૃમની પેનલમાં આગ લાગવાનો મેસેજ પણ છોડવામાં આવ્યો હતો. જેથી ફાયરની ટીમ દ્વારા અત્યાધુનિક સાધનો સાથે બિલ્ડીંગના ઈલેક્ટ્રીક રૃમની આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને માત્ર ૨૮ મિનિટનાં સમયગાળામાં બિલ્ડીંગમાંથી ૧૭૦૦થી વધુ કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડીને આગ ઉપર પણ કાબુ મેળવી લેવાયો હોવાનો રીપોર્ટ મોકડ્રીલ દરમિયાન કરાયો હતો.


Google NewsGoogle News