Get The App

સુરતમાં 24 કલાકમાં બીજી ઘટના: મોબાઇલની ના પાડતાં 18 વર્ષીય યુવતીનો આપઘાત

Updated: Jan 6th, 2025


Google News
Google News
Surat


Surat News: રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો છે. આજે (છઠ્ઠી જાન્યુઆરી) પાંડેસરા વિસ્તારમાં ફરી એક 18 વર્ષની યુવતીએ મોબાઈલને લઈને આપઘાત કર્યા ઘટના સામે આવી છે.

પિતાએ ઠપકો આપતા દીકરીએ આપઘાત કર્યો!

મળતી માહિતી અનુસાર, પાંડેસરાના શિવનગર વિસ્તારમાં રહેતી દીપા નામની 18 વર્ષની યુવતી આખો દિવસ મોબાઇલમાં જ રહેતી હતી. પરિવારમાં જમવાનું બનાવતી વખતે જમવામાં મીઠું વધારે પડી જતા આ વાતને લઈ પિતાએ યુવતીને ઠપકો આપ્યો હતો. આ વાતનું લાગી આવતા યુવતીએ પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને યુવતીનો મૃતદેહ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ગઈ કાલે ધો.8ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

ઉલ્લેખનીય છે કે, રવિવારે (પાંચમી જાન્યુઆરી) પાંડેસરા વિસ્તારમાં આવીર ભાવ સોસાયટીમાં રહેતા નિશા પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લતે ચડી હતી. મોબાઈલ વગર કોઈપણ કામ કરતી ન હતી. જેને લઈને માતા-પિતાએ ઠપકો આપ્યા બાદ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને મોબાઈલ નહીં ચલાવવા બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: વલસાડમાં વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા


મોબાઈલ નહીં ચલાવવા બાબતે લાગી આવતા દીકરીએ માતા-પિતાની ગેરહાજરીમાં આવેશમાં આવી જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

'શાળામાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા'

આ આપઘાતની ઘટનાને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'રાજ્ય શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે. રાજ્યની તમામ શાળામાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે. બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ કોઈ પણ કડક અમલ કરવો પડશે.'

સુરતમાં 24 કલાકમાં બીજી ઘટના: મોબાઇલની ના પાડતાં 18 વર્ષીય યુવતીનો આપઘાત 2 - image

Tags :
SuratYoung-WomanMobile-Phone

Google News
Google News