સુરતમાં મોબાઈલના વેપારીને અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા માર્યા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
વેપારી લોહીલુહાણ હાલતમાં બાઈક ચલાવીને સોસાયટી સુધી આવ્યો અને અચાનક ઢળી પડ્યો
પોલીસે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે
સુરતઃ શહેરમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે. હત્યાની ઘટનાઓ બેફામ પણે સામે આવી રહી છે. (Surat)ત્યારે શહેરમાં મોબાઈલની એસેસરીનો વપારી પીઠ પર ચપ્પૂ વાગેલી હાલતમાં ઘર સુધી પહોંચ્યો હતો. (Mobile dealer death )આ દરમિયાન તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. (crime news) આ ઘટનાના સીસીટીવી સામે આવતાં પોલીસે તપાસ તેજ કરી દીધી છે.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં ધરગારામ ચૌધરી પર્વત ગામ પાસે મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવે છે. ગત રાત્રીના સમયે ભેદી સંજોગોમાં ઘર નજીક રહેણાક સોસાયટી પાસે પીઠના ભાગે ચપ્પુ વાગેલી લોહી લુહાણ હાલતમાં તેઓ મળી આવ્યા હતા. તેઓને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, વેપારી બાઈક પર પીઠ ઉપર ચપ્પુ વાગેલી હાલતમાં સોસાયટી સુધી બાઈક હંકારીને પહોંચે છે અને બાદમાં ત્યાં ઢળી પડે છે.
પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી
આ વેપારીને ઢળી પડતાં જોઈને આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. મૃતકને પરિવારમાં પત્ની તેમજ બે પુત્રો અને એક પુત્રી છે. તેમના મોતને લઈને પરિવાર પર આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.