Get The App

બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડમાં ધારાસભ્ય ભગા બારડનો પુત્ર શંકાના દાયરામાં

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડમાં ધારાસભ્ય ભગા બારડનો પુત્ર શંકાના દાયરામાં 1 - image

Bogus Input Tax Credit Scam: બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કૌભાંડમાં સંડોવાયેલી અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવગનરમાં સીઆઈડી ક્રાઈમ, ઇકોનોમિક ઓફેન્સ વિન્ગ અને સ્પેશિયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓની એક ટીમે પાડેલા દરોડા દરમિયાન હાથ લાગેલી વિગતોને આધારે ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. 

કરોડો રૃપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કૌભાંડમાં ધરપકડ કરાયેલી વ્યક્તિઓમાં ડી.એ. એન્ટરપ્રાઈઝના પ્રમોટર, તેમ જ માત્ર કાગળ પર જ ઊભી કરેલી કંપની ધુ્રવી એન્ટરપ્રાઈસ સાથે સંકળાયેલા એજાઝ માલદાર અને અબ્દુલ કાદરી તથા ઇથિરાજ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના જ્યોતિષ ગોંડલિયાનો સમાવેશ થાય છે. જોકે ભાજપના ધારાસભ્યના પુત્ર અજય ભગા બારડની કંપની આર્યન એસોસિયેટ્સના પ્રમોટર અજય બારડનું સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યું છે. 

પ્રાથમિક અંદાાજ મુજબ કંપનીઅઓએ રુ. 12 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કૌભાંડમાં સંડોવાયેલી મુખ્ય કંપની ધુ્રવી એન્ટરપ્રાઈસનું રજિસ્ટ્રેશન મેળવવા મોર્ફ કરીને દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા.

ડી.એ. એન્ટરપ્રાઈસના એક પ્રમોટર સિનિયર સિટીઝન મનહરભાઈ જૂનાગઢમાં ખેતી કરી રહ્યા છે. તેમને આ કંપની કે અંગ ેકોઈ જ જાણકારી નથી. ડી.એ. એન્ટરપ્રાઈસના માલિકોમાં મનોજકુમાર, રામભાઈ વિનિભાઈ અને નટુભાઈ પટેલ છે. તેમાંથી એકને રિપ્લેસ કરીને એક મહિલાનો બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

જૂના પાર્ટનરને છૂટા કરીને તેમને સ્થાપે પોતાન આ મહિલા પણ પોલીસની અટકાયતમાં જ છે. પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી નથી. તેવી જ રીતે ડી.એ. એન્ટરપ્રાઈસના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જિગર શાહને કંપનીએ અંગે જે કંઈ પણ પૂછવામાં આવે તેના જવાબમાં એટલું જ કહે છે કે કંપનીના પ્રમોટર્સે તેમને જે સૂચના આપી હતી તે મુજબ જ તેમણે કામ કર્યું હતું.  આ કંપનીના જૂના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અવતારસિંહને પણ પૂછપરછ કરવામાં આવે તેવી સંભાવના છે.  કંપનીના મુખ્ય પ્રમોટરની સૂચનાથી જ તમામ નિર્ણય લેવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ કૌભાંડમાં સંડોવાયેલી 186 જેટલી બોગસ કંપનીઓના ડેટા એકત્રિત કરવાની સીઆઈડી ક્રાઈમના અધિકરીઓ કરી રહ્યા છે. આ પ્રકારની અન્ય બોગસ કંપની ઇથિરાજ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના પ્રમોટર જ્યોતિષ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં ભાજપના ધારાસભ્ય ભગા બારડના પુત્ર અજય બારડની કંપની આર્યન એસોસિયેટ્સની પણ બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કૌભાંડમાં સંડોવણી બહાર આવી છે. આ કંપનીના પ્રમોટરં અજય બારડનું  સ્ટેટમેન્ટ લેવાઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. 

હજી સુધી તેમની ધરપકડ થઈ નથી. તેમ જ તેમના અન્ય ભાગીદારોમાં વિજય કાળાભાઈ બારડ, રમેશ કાળાભાઈ બારડનો સમાવેશ થાય છે. આ કૌભાંડા કેન્દ્રમાં સૌથી મોટી સક્રિય કંપની ધુ્રવી એન્ટરપ્રાઈસનો સમાવેસ થાય છે. તેના પ્રમોટરોમાં એજાઝ માલદાર અને અબ્દુલ કાદરીનો સમાવેશ થાય છે. એજાઝ માલદાર અને અબ્દુળ કાદરીની ધરપકડ કરાવી દેવામાં આવી છે. 

સ્ટેટ જીએસટી પણ ગુનેગારો સામે પગલાં લેવાનું શરૂ કરશે

સીજીએસટીના કૌભાંડમાં સ્ટેટ જીએસટી પાસેથી પણ બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવેલી શક્યતાઓ વચ્ચે એસજીએસટી પણ બોગસ બિલિંગ અને ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડમાં તપાસ કરશે. ગુજરાતના જીએસટી કમિશનર રાજીવ ટોપનોએ જણાવ્યું હતું કે તેઓ પણ ડીજીજીઆઈના અધિકારીઓના સંપર્કમાં છે.

 બનાવટી આઈટીસી લેવા માટે ખોટા બિલ જનરેટ કરવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોએ ગુજરાત સરકારની તિજોરીમાંથી પણ કેટલીક ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાનું નક્કી કર્યું છે. આ કંપનીઓ કેટલાક લાભાર્થીઓને બોગસ આઈટીસી મોકલી આપતા હતા. આ બાબતના અનુસંધનમાં  સ્ટેટ જીએસટી કચેરી અન્ય એજન્સીઓના સહયોગમાં ગુનેગારો સામે કાયદાકીય જોગવાઈઓના દાયરામાં રહીને કડક અને ત્વરિત પગલાં લેશે. 

ડીજીજીઆઈએ કૌભાંડ પકડયું, પણ આઈટીસીને ક્વોન્ટિફાય ન કરી શક્યું

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે ધુ્રવી એન્ટરપ્રાઈસ અને ડી.એ. એન્ટરપ્રાઈસના માધ્યમથી 200 જેટલી બગોસ કંપનીઓ રજિસ્ટર કરાવીને ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા છમાસથી તપાસ કરી રહેલી ડીજીજીઆઈ કેટલી રકમની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવી તેને હજી સુધી ક્વોન્ટિફાય કરી શક્યું નથી. તેને માટે કુશળતા ડીજીજીઆઈના વર્તમાન અધિકારીઓ પાસે ન હોવાનું જણાય છે. ક્રાઈમ બ્રાન્ચમાં કરેલી પરિયાદમાં પણ તેનો ઉલ્લેખ કરોલ નથી. 

બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડમાં ધારાસભ્ય ભગા બારડનો પુત્ર શંકાના દાયરામાં 

બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કૌભાંડમાં સંડોવાયેલી અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવગનરમાં સીઆઈડી ક્રાઈમ, ઇકોનોમિક ઓફેન્સ વિન્ગ અને સ્પેશિયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓની એક ટીમે પાડેલા દરોડા દરમિયાન હાથ લાગેલી વિગતોને આધારે ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. કરોડો રૃપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કૌભાંડમાં ધરપકડ કરાયેલી વ્યક્તિઓમાં ડી.એ. એન્ટરપ્રાઈઝના પ્રમોટર, તેમ જ માત્ર કાગળ પર જ ઊભી કરેલી કંપની ધુ્રવી એન્ટરપ્રાઈસ સાથે સંકળાયેલા એજાઝ માલદાર અને અબ્દુલ કાદરી તથા ઇથિરાજ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના જ્યોતિષ ગોંડલિયાનો સમાવેશ થાય છે. 

ભાજપના ધારાસભ્યના પુત્ર અજય ભગા બારડની કંપની આર્યન એસોસિયેટ્સના પ્રમોટર અજય બારડનું સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક અંદાાજ મુજબ કંપનીઅઓએ રુ. 12 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કૌભાંડમાં સંડોવાયેલી મુખ્ય કંપની ધુ્રવી એન્ટરપ્રાઈસનું રજિસ્ટ્રેશન મેળવવા મોર્ફ કરીને દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા.

ઇથિરાજ કન્સ્ટ્રક્શનના જ્યોતિષ ગોંડલિયા અને આર્યન એસોસિયેટ્સના એજાઝ માલદાર, અબ્દુલ કાદરીની ધરપકડ

ડી.એ. એન્ટરપ્રાઈસના એક પ્રમોટર સિનિયર સિટીઝન મનહરભાઈ જૂનાગઢમાં ખેતી કરી રહ્યા છે. તેમને આ કંપની કે અંગે કોઈ જ જાણકારી નથી. ડી.એ. એન્ટરપ્રાઈસના માલિકોમાં મનોજકુમાર, રામભાઈ વિનિભાઈ અને નટુભાઈ પટેલ છે. તેમાંથી એકને રિપ્લેસ કરીને એક મહિલાનો બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જૂના પાર્ટનરને છૂટા કરીને તેમને સ્થાપે પોતાન આ મહિલા પણ પોલીસની અટકાયતમાં જ છે. પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી નથી. તેવી જ રીતે ડી.એ. એન્ટરપ્રાઈસના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જિગર શાહને કંપનીએ અંગે જે કંઈ પણ પૂછવામાં આવે તેના જવાબમા એટલું જ કહે છે કે કંપનીના પ્રમોટર્સે તેમને જે સૂચના આપી હતી તે મુજબ જ તેમણે કામ કર્યું હતું. 

આ કંપનીના જૂના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અવતારસિંહને પણ પૂછપરછ કરવામાં આવે તેવી સંભાવના છે.  કંપનીના મુખ્ય પ્રમોટરની સૂચનાથી જ તમામ નિર્ણય લેવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલી  186 જેટલી બોગસ કંપનીઓના ડેટા એકત્રિત કરવાની સીઆઈડી ક્રાઈમના અધિકરીઓ કરી રહ્યા છે. આ પ્રકારની અન્ય બોગસ કંપની ઇથિરાજ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના પ્રમોટર જ્યોતિષ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં ભાજપના ધારાસભ્ય ભગા બારડના પુત્ર અજય બારડની કંપની આર્યન એસોસિયેટ્સની પણ બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કૌભાંડમાં સંડોવણી બહાર આવી છે. 

કંપનીના પ્રમોટરં અજય બારડનું  સ્ટેટમેન્ટ લેવાઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજી સુધી તેમની ધરપકડ થઈ નથી. તેમ જ તેમના અન્ય ભાગીદારોમાં વિજય કાળાભાઈ બારડ, રમેશ કાળાભાઈ બારડનો સમાવેશ થાય છે. આ કૌભાંડા કેન્દ્રમાં સૌથી મોટી સક્રિય કંપની ધુ્રવી એન્ટરપ્રાઈસનો સમાવેસ થાય છે. તેના પ્રમોટરોમાં એજાઝ માલદાર અને અબ્દુલ કાદરીનો સમાવેશ થાય છે. એજાઝ માલદાર અને અબ્દુળ કાદરીની ધરપકડ કરાવી દેવામાં આવી છે. 


Google NewsGoogle News